‘જ્ઞાનસાર: એક અધ્યાત્મ ગીતા’ ગ્રંથનું વિમોચન વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજના 50મા દીક્ષા દિન નિમિત્તે કરવામાં આવ્યું
પાટણ, 4 ડિસેમ્બર (હિ.સ.) : શંખેશ્વર મહાતીર્થના જહાજ મંદિર એન્કરવાલા ધામમાં ‘જ્ઞાનસાર: એક અધ્યાત્મ ગીતા’ ગ્રંથનું વિમોચન વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજના 50મા દીક્ષા દિન નિમિત્તે કરવામાં આવ્યું. શાસ્ત્રીય સંગીત વિશારદ આશિષ મહેતા દ્વારા તૈયાર કરાયેલો
‘જ્ઞાનસાર: એક અધ્યાત્મ ગીતા’ ગ્રંથનું વિમોચન વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજના 50મા દીક્ષા દિન નિમિત્તે કરવામાં આવ્યું


‘જ્ઞાનસાર: એક અધ્યાત્મ ગીતા’ ગ્રંથનું વિમોચન વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજના 50મા દીક્ષા દિન નિમિત્તે કરવામાં આવ્યું


પાટણ, 4 ડિસેમ્બર (હિ.સ.) : શંખેશ્વર મહાતીર્થના જહાજ મંદિર એન્કરવાલા ધામમાં ‘જ્ઞાનસાર: એક અધ્યાત્મ ગીતા’ ગ્રંથનું વિમોચન વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજના 50મા દીક્ષા દિન નિમિત્તે કરવામાં આવ્યું. શાસ્ત્રીય સંગીત વિશારદ આશિષ મહેતા દ્વારા તૈયાર કરાયેલો આ ગ્રંથ ભારતમાં પ્રથમવાર મલ્ટી-કલર અને ત્રણ ભાષાઓમાં પ્રકાશિત થયો છે.

વિમોચન પ્રસંગે અર્હદ મહાપૂજન દરમ્યાન વરિષ્ઠ મુનિ પુણ્યરત્ન મહારાજ સાહેબ, મુનિ નયશેખર મહારાજ સાહેબ સહિત અનેક સાધ્વીશ્રીઓ તથા મહાનુભાવોની ઉપસ્થિતિ રહી. આશિષ મહેતાએ સ્વરબદ્ધ આ ગ્રંથ મુનિરાજ નયશેખર મહારાજ સાહેબને અર્પણ કર્યો.

આ ગ્રંથ 350 વર્ષ પૂર્વે મહોપાધ્યાય યશોવિજયજી મહારાજની અનુભૂતિથી નિર્મિત અમૃતવાણી પર આધારિત છે. 32 અષ્ટકનું બત્રીશી રૂપે રચાયેલું આ મહાગાન ગુજરાતી અને હિન્દીમાં સજ્જ છે અને ભક્તિ, શ્રદ્ધા, સાધના તથા શરણાગતિના ભાવોને સંગીતમય બનાવે છે.

ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષાઓમાં 730 દિવસમાં તૈયાર કરાયેલો આ ગ્રંથ જૈન ગ્રંથોનો નિચોડરૂપ છે, જે પ્રથમવાર 4 મલ્ટી-કલરમાં પ્રકાશિત થયો છે. મુંબઈ, અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાંથી ગુરુભક્તો, સામાજિક-આધ્યાત્મિક અગ્રણીઓ અને અધિકારીઓએ વિમોચન સમારંભમાં હાજરી આપી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande