પોરબંદરમાં GPKVB યોજના હેઠળ ખેડુતોને મોડેલ ફાર્મની રૂબરૂ મુલાકાત દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અપાયુ.
પોરબંદર, 4 ડિસેમ્બર (હિ.સ.)ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ (GPKVB) યોજના હેઠળ પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ચૌટા ગામમાં આતમા પ્રોજેક્ટ ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા અંદર પ્રેરણા પ્રવાસ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને રા
પોરબંદરમાં GPKVB યોજના હેઠળ ખેડુતોને મોડેલ ફાર્મની રૂબરૂ મુલાકાત દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અપાયુ.

પોરબંદરમાં GPKVB યોજના હેઠળ ખેડુતોને મોડેલ ફાર્મની રૂબરૂ મુલાકાત દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અપાયુ.

પોરબંદર, 4 ડિસેમ્બર (હિ.સ.)ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ (GPKVB) યોજના હેઠળ પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ચૌટા ગામમાં આતમા પ્રોજેક્ટ ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા અંદર પ્રેરણા પ્રવાસ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા ગામ સ્થિત વેલનાથ મોડેલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવી હતી. મુલાકાત દરમ્યાન જીવામૃત, ઘન જીવામૃતના પ્રયોગો તેમજ પ્રાકૃતિક ખેતીના વૈજ્ઞાનિક આયામો સ્થળ પર જીવંત રૂપે દર્શાવવામાં આવ્યા હતા.

આ પ્રેરણા પ્રવાસ દરમિયાન તાલુકા સંયોજક દેવાભાઈ ખૂટી, એગ્રી આસિસ્ટન્ટ પારસભાઈ મારૂ તથા આસિસ્ટન્ટ ટીમ મેનેજર રાજભાઈ દ્વારા પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ, પાક સંવર્ધન ટેકનિકો અને જીવંત ખેતી મોડેલો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande