
સુરત, 4 ડિસેમ્બર (હિ.સ.) શહેરના અમરોલી વિસ્તારમાં છાપરાભાઠા રોડ પર રહેતી યુવતી અમરોલી વિસ્તારમાં જ ક્રોસ રોડ પાસે આવેલ શોપિંગ સેન્ટરમાં એક હોટલમાં તેના મિત્ર સાથે ગઈ હતી. જ્યાં તેમણે તેમની સાથે અંગત પળો વિતાવી હતી પરંતુ કોઈ અજાણ્યા વ્યક્તિએ આ અંગત પળોનો વિડીયો ઉતારી લઈ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો અને યુવતીના મિત્રો તથા તેના ભાઈ અને તેના પિતાને તથા સ્કૂલના મિત્રોના ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં પણ આ વિડીયો મોકલી યુવતીને બદનામ કરી હતી. જેથી ભોગ બનનાર યુવતીએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
બનાવની વિગત એવી છે કે મૂળ અમરેલીની વતની અને સુરતના અમરોલી વિસ્તારમાં છાપરાભાઠા રોડ પર રહેતી યુવતી તેમના મિત્ર સાથે 24/11/2025 ના રોજ સાંજે ચાર વાગ્યાથી સાંજે 7:30 વાગ્યા સુધી અમરોલી ક્રોસ રોડ ત્રણ રસ્તા પાસે આવેલ શોપિંગ સેન્ટરમાં ગેલેક્સી હોટલમાં ગઈ હતી. આ સમયે તેમણે હોટલની અંદર તેમના મિત્ર સાથે અંગત પળો માળી હતી. આ સમયે કોઈ અજાણ્યા વ્યક્તિએ હોટલની અંદરનો તેમનો અંગત પળોનો વિડીયો ઉતારી લીધો હતો અને ત્યારબાદ આ વિડીયો તેમણે યુવતીના આઈડીમાંથી તેના મિત્ર મિત્રો તથા તેના ભાઈ તેના પિતા અને યુવતીના સ્કૂલ મિત્રોના ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં મોકલી વિડીયો વાયરલ કરી તેના બદનામ કરી હતી. જેથી આખરે બાદમાં યુવતીને આ બાબતે જાણ થતાં તેમણે અમરોલી પોલીસ મથકમાં આ મુદ્દે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે