


ગાંધીનગર, 4 ડિસેમ્બર (હિ.સ.) વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી નિમિત્તે સદ્દવિચાર પરિવાર સંસ્થા –ઉવારસદ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દિવ્યાંગ બાળકો માટે રમત-ગમત પ્રવૃત્તિઓમાં દોડ, વ્હીલચેર સ્પર્ધા, પઝલ ગેમ, સંગીત ખુરશી, વોલીબોલ વગેરે સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન તથા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત શપથ ગ્રહણ તેમજ દિવ્યાંગોને યોજનાકીય તથા કાયદાકીય સમજ આપવામાં આવી હતી. જેમાં કર્મચારીઓ, સંસ્થાના શિક્ષકો, 100થી વધુ બાળકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ