જામનગરમાં 13મીએ યોજાશે વાયબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સના ભાગરૂપે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ
જામનગર, 4 ડિસેમ્બર (હિ.સ.) : રાજ્ય સરકાર દ્વારા આગામી જાન્યુઆરી 2026 દરમિયાન યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ કાર્યક્રમના ભાગરૂપે જામનગર જિલ્લામાં એક દિવસીય જિલ્લા સ્તરીય કાર્યક્રમ યોજવામાં આવશે. તા.13/12/2025ના રોજ સવારે 09:00 કલાકથી,
વાયબ્રન્ટ ગુજરાત


જામનગર, 4 ડિસેમ્બર (હિ.સ.) : રાજ્ય સરકાર દ્વારા આગામી જાન્યુઆરી 2026 દરમિયાન યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ કાર્યક્રમના ભાગરૂપે જામનગર જિલ્લામાં એક દિવસીય જિલ્લા સ્તરીય કાર્યક્રમ યોજવામાં આવશે. તા.13/12/2025ના રોજ સવારે 09:00 કલાકથી, શ્રી લેઉવા પટેલ સમાજ, રણજીતનગર, જામનગર ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવશે.

આ કાર્યક્રમમાં ક્રેડિટ લિંકેજ, DGFT/FIEOના સંકલનમાં એકસ્પોર્ટ સેમિનાર, Start up તેમજ PMFME યોજના અંગેના સેમિનારોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વન ડિસ્ટ્રીકટ વન પ્રોડક્ટ બ્રાન્ડિંગ અંગે બ્રાસપાર્ટસ, બાંધણી, હસ્તકલા કારીગરીના તેમજ ઉધોગોને વિવિધ બેંકો તરફથી તથા વિવિધ સરકારી કચેરીઓ મારફત અમલીકૃત યોજનાઓની માહિતી પૂરી પાડતાં આનુષંગિક સ્ટોલ પણ રાખવામાં આવશે. તેમજ કાર્યક્રમમાં જિલ્લા ઉધોગ કેન્દ્રની વિવિધ પ્રોત્સાહન યોજનાઓનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લાનાં તમામ ઉધોગકારો તેમજ નાગરિકોને ઉપસ્થિત રહેવા જામનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના નાયબ ઉદ્યોગ કમિશ્નર અને જનરલ મેનેજરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande