આધેડે મહિલા ટીઆરબીને પણ એલફેલ ગાળો આપી, 62 વર્ષીય ભૂરા સંઘાણી સામે ગુનો નોંધાયો
સુરત, 4 ડિસેમ્બર (હિ.સ.) શહેરના મોટા વરાછા વિસ્તારમાં રહેતા આધેડ ગતરોજ પોતાની બાઈક લઈને વરાછા વેરહાઉસ ત્રણ રસ્તા પાસેથી રોંગ સાઈડમાં પસાર થતા હતા. ત્યારે પોલીસે તેમને અટકાવી બાઈક ફરીને લઈ જવા માટે જણાવ્યું હતું. જોકે આધેડે તેમની સાથે જીભા જોડ
આધેડે મહિલા ટીઆરબીને પણ એલફેલ ગાળો આપી, 62 વર્ષીય ભૂરા સંઘાણી સામે ગુનો નોંધાયો


સુરત, 4 ડિસેમ્બર (હિ.સ.) શહેરના મોટા વરાછા વિસ્તારમાં રહેતા આધેડ ગતરોજ પોતાની બાઈક લઈને વરાછા વેરહાઉસ ત્રણ રસ્તા પાસેથી રોંગ સાઈડમાં પસાર થતા હતા. ત્યારે પોલીસે તેમને અટકાવી બાઈક ફરીને લઈ જવા માટે જણાવ્યું હતું. જોકે આધેડે તેમની સાથે જીભા જોડી કરી એકદમ ઉશ્કેરાઈ જઈ પોલીસ કર્મચારીનો કોલર પકડી ધક્કો મારી દીધો હતો અને સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી. જેથી આખરે ભોગ બનનાર પોલીસ કર્મચારીએ આ મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આધેડ સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે ગતરોજ ટ્રાફિક શાખા રિજીયન વન સર્કલ ટુ માં નોકરી કરતા કર્મચારીઓ પોલીસ કર્મચારીઓમાં લોક રક્ષક ભરતભાઈ કરશનભાઈ અને ટીઆરબી દિવ્યા વિશાલભાઈ ગઇકાલે વરાછા વેર હાઉસ પાસેના રોડ પર હોટલ મિલિયનના ગેટ પાસે ટ્રાફિક નિયંત્રણની કામગીરીમાં ઊભા હતા. આ સમયે શહેરના મોટા વરાછા વિસ્તારમાં મહારાજા ફાર્મ પાસે આવેલ કસ્તુરી બંગલોઝ માં રહેતા ભુરા કડવાભાઈ સંઘાણી પોતાની બાઈક લઈને રોંગ સાઈડમાં ત્યાંથી પસાર થયા હતા. જેથી ભરતભાઈએ તેમને અટકાવી વાહન ફેરવીને લઈ જવા જણાવ્યું હતું. પરંતુ ભુરાભાઈએ તેમને એલ ફેલ ગાળો આપી હતી એટલું જ નહીં પરંતુ મનો કોલર પકડી ધક્કો મારી દઈ ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી. આ ઉપરાંત દિવ્યાબેનને પણ એલફેલ ગાળો આપી હતી. જેથી આખરે ભોગ બનનાર ભરતભાઈએ તેમને પકડી પોલીસ કંટ્રોલમાં ફોન કરી અન્ય પોલીસ બોલાવી લીધી હતી અને આ મામલે તેઓએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસને સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande