
જામનગર, 4 ડિસેમ્બર (હિ.સ.) : મુળ શિહોર વાળા એક પરીવારના 10 વર્ષના પુત્ર અને તેના માતા-પિતા આ ત્રણેય સભ્યો જામનગરમાં દિક્ષાગ્રહણ કરશે. આજરોજ તેમનો વર્ષીદાનનો વરઘોડો યોજાયા હતો. આવતીકાલે તેમનો દિક્ષાગ્રહણ સમારોહ શેઠ પોપટલાલ ધારશીભાઇ જૈન બોર્ડીગ સંકુલ જામનગર ખાતે યોજાશે. આ પરિવારના 9 જેટલા સભ્યોએ પણ અગાઉ દીક્ષા લીધી છે.
જામનગરના 46 દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં વિમલનાથ એપાર્ટમેન્ટમાં રહેતા નંદીશભાઇ શાહ તથા તેમના પત્ની ધારીણીબેન શાહ અને તેમના પુત્ર તિર્થ શાહ આ ત્રણેય કુટુંબીજનો દિક્ષાગ્રહણ કરવા જઇ રહ્યા છે. જામનગરના આંગણે આગામી તા.5મીએ લાલબંગલા રોડ ઉપરના સમેત શિખરજીની પ્રતિકૃતિ સમાન જૈન દેરાસરના આંગણામાં પોપટલાલ ધારશીભાઈ બોર્ડિંગ સંકુલમાં શિહોરવાળા શાહ પરિવારનું દંપતિ અને 10 વર્ષનો પુત્ર એક સાથે સંસાર ત્યાગ કરીને સંયમના માર્ગે પ્રયાણ કરશે અને ભવ્ય વરઘોડો નીકળશે.
આ સાથે પાંચ સભ્યોના એક આખા પરિવારના દીક્ષા ગ્રહણની ઘટના આકાર લેશે. કારણકે, દંપતિની પુત્રી અને એક પણ 2022માં સંસાર છોડી સંયમના માર્ગે નીકળી ચુક્યા છે. આ પ્રસંગે આશીર્વચનો આપવા ગુરુ મહારાજોનું જામનગરમાં આગમન થતાં તેઓનું રવિવારે સામૈયું યોજાયું હતું.
જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર-49માં વસતા શિહોરવાળા શાહ જયંતિલાલ મોહનલાલ પરિવારના 50 વર્ષના રોકાણ સલાહકાર નાંદીશભાઈ ચંદ્રકાંતભાઈ શાહ, તેના પત્ની ધારિણીબેન અને 10 વર્ષનો પુત્ર તિર્થ તા.5 ડિસેમ્બરના શુક્રવારે આચાર્ય પુર્ણચંદ્રસાગરસુરીજી મહારાજ, આચાર્ય અપુર્વચંદ્રસાગરસુરીજી મહારાજ, આચાર્ય આગામચંદ્રસાગરસુરીજી આદિ ગુરુજનોની નિશ્રામાં સંસાર ત્યાગ કરી રહ્યા છે.
અત્યંત ધાર્મિક અને આરાપક શિહોરવાળા શાહ પરિવારની વિશેષતાની વાત કરીએ તો હાલ જેઓ દીક્ષા લઈ રહ્યા છે. તે નાંદીશભાઈના સંસાર પક્ષે દાદા, દાદી, ફઈબા અને કાકી વર્ષો પહેલા સંયમના માર્ગે ચાલી ચુક્યા છે અને ભવસાગર પાર કરી ચુક્યા છે. આ ઉપરાંત હવે નાંદીશભાઈ અને તેના પત્ની પુત્રની દીક્ષા ગ્રહણના સાથી બનવા આજે જામનગરમાં તેઓના એક સમયના સંસારી સંગાઓ એવા મુનિ ગુણશેખર વિજયજી મહારાજ (ભત્રીજા), મુનિ અમમચંદ્રસાગરજી (ભત્રીજા), મુનિ અક્ષતચંદ્રસાગરજી (2022માં દીક્ષા લેનાર સંસારી ચૈત્ય નામહતુંતે), મુનિ આર્જવચંદ્રસાગરજી (મોટાભાઈ), સાધ્વી વતનંદિતાશ્રીજી મહારાજ (બહેન), જિનાંગવતાશ્રીજી (માતા), સાધ્વી હેમર્પિપિયાશ્રીજી (ભત્રીજી), સાધ્વી વિશ્વવતાશ્રીજી (2022માં દીક્ષા લેનાર સંસારી નામ વીરાલી હતું તે) તેમજ હેમધિપિયાશ્રીજી (ભાભી)નું જામનગરમાં આગમન થયું છે. આ પૂર્ણ પરિવારજનો પોતાના આત્મિયોના સંસાર ત્યાગના સાક્ષી બનશે. જૈન સમાજમાં આવી ઘટના ભાગ્યે જ જોવા મળે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt