
સુરત, 5 ડિસેમ્બર (હિ.સ.) : સૈયદપુરા વિસ્તારમાં રહેતા યુવકના સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ખાતામાંથી કોઈ ભેજાબાજે રૂપિયા 17 હજાર ઉપાડી લીધા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
લાલગેટ પોલીસના જણાવ્યા મુજબ સૈયદપુરા, ખાડી શેરી, મુનશી મંજીલ ખાતે રહેતા વાસુદીન અબ્બાસ મલિક (ઉ.વ.28) સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં ખાતુ ધરાવેચે. દરમિયાન ગત તા. 1 નવેમ્બર થી 3 નવેમ્બરના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યાઍ તેમના બેન્કના ખાતાનો પીન નંબર મેળવી લીધા બાદ તેમની જાણ બહાર બારોબાર ખાતામાંથી 17 હજાર ઉપાડી લીધા હતા. વાસુદીનને તેઓ સાયબર ક્રાઈમ ફ્રોડનો શિકાર બન્યા હોવાની ખબર પડતા ગતરોજ પોલીસમાં ફરિયાદ નોધાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે