પોરબંદરના એસ.ટી. ડેપોમાં આગની મોકડ્રીલ યોજાઈ.
પોરબંદર, 5 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદરના ભરચક એવા એસ.ટી.બસ ડેપો ખાતે આજે અચાનક આગ લાગવાની ઘટના બનતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગની જાણ થતા જ મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવીને
પોરબંદરના એસ.ટી. ડેપોમાં આગની મોકડ્રીલ યોજાઈ.


પોરબંદરના એસ.ટી. ડેપોમાં આગની મોકડ્રીલ યોજાઈ.


પોરબંદરના એસ.ટી. ડેપોમાં આગની મોકડ્રીલ યોજાઈ.


પોરબંદર, 5 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદરના ભરચક એવા એસ.ટી.બસ ડેપો ખાતે આજે અચાનક આગ લાગવાની ઘટના બનતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગની જાણ થતા જ મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. જોકે, આ સમગ્ર ઘટના વાસ્તવિક આગ નહી પરંતુ તંત્ર દ્વારા યોજવામાં આવેલી ’મોક ડ્રીલ' હોવાનું જાહેર થતાં ત્યાં ઉપસ્થિત મુસાફરો અને કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.કોઈપણ આકસ્મિક આગની ઘટના સમયે જાન-માલનું નુકસાન અટકાવી શકાય અને તાત્કાલિક બચાવ કામગીરી કેવી રીતે કરવી તે ચકાસવા તેમજ તંત્રની સજ્જતા ચકાસવા માટે આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.ફાયર બ્રિગેડની ટીમે સમય સુચકતા વાપરીને ગણતરીની મિનિટોમાં જ આગ બુઝાવવાનું પ્રદર્શન કર્યું હતું.

આ મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય જાગૃતિ ફેલાવવાનો હતો.આ તકે એસ.ટી. ડેપોમાં હાજર ડ્રાઈવર, કંડક્ટર તેમજ મુસાફરોને આગ લાગે સહિતના વહીવટી સ્ટાફ ત્યારે ગભરાયા વગર કઈ રીતે સામનો કરવો અને ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પ્રત્યક્ષ જાણકારી આપવામાં આવી હતી.ફાયર જવાનોએ વિવિધ ટેકનિકો દ્વારા આગ બુઝાવવાનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન બતાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande