
પાટણ, 5 ડિસેમ્બર (હિ.સ.)અખિલ ભારતીય રવિદાસીયા ધર્મ સંગઠન દ્વારા મહારાષ્ટ્રના કાતરજ–પુણે ખાતે રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાગ લેવા માટે પાટણથી રોહિત સમાજના લગભગ 40 ભાઈઓ-બહેનો સ્લીપર કોચ લક્ઝરી બસ દ્વારા રવાના થયા. રવાના થવાથી પહેલા પાટણ–ચાણસ્મા હાઈવે પર લીલીવાડી સ્થિત સંત રવિદાસ બાપુની પ્રતિમા પાસે સામૂહિક આશીર્વાદ લેવામાં આવ્યા.
‘જય રોહિદાસ બાપુ’ના નાદ સાથે સૌએ ઉત્સાહભેર પુણે તરફ પ્રયાણ કર્યું. આ યાત્રા દરમિયાન સંગઠનના પ્રદેશ અધ્યક્ષ વિનોદભાઈ સોલંકી, ઉપાધ્યક્ષ નરેશભાઈ પરમાર, નટવરભાઈ પરમાર, ડી.કે. નાણાવટી, મહામંત્રી નરેન્દ્રભાઈ પરમાર તથા કારોબારી સભ્યો બકુલેશ ડોડીયા, પ્રવીણભાઈ પરમાર, કાંતિભાઈ પરમાર અને રમેશભાઈ પણ જોડાયા.
આ સમગ્ર માહિતી અખિલ ભારતીય રવિદાસીયા સંગઠન ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ વિનોદભાઈ સોલંકી દ્વારા આપવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ