અહેમદઅબ્બાસ બાલવાને ‘અતુલ્ય વારસો એવોર્ડ-2025’થી સન્માનિત
પાટણ, 5 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરના ચિત્રકાર અહેમદઅબ્બાસ ઈબ્રાહીમ બાલવાને તેમની ચિત્રકલા સેવાઓ બદલ ‘અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ–2025’થી સન્માનિત કરવામાં આવ્યા. આ એવોર્ડ સમારોહ ગાંધીનગરના સેક્ટર–12 ખાતે અતુલ્ય વારસો સંસ્થા દ્વારા યોજાયો હતો. ન
અહેમદઅબ્બાસ બાલવાને ‘અતુલ્ય વારસો એવોર્ડ-2025’થી સન્માનિત


અહેમદઅબ્બાસ બાલવાને ‘અતુલ્ય વારસો એવોર્ડ-2025’થી સન્માનિત


પાટણ, 5 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરના ચિત્રકાર અહેમદઅબ્બાસ ઈબ્રાહીમ બાલવાને તેમની ચિત્રકલા સેવાઓ બદલ ‘અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ–2025’થી સન્માનિત કરવામાં આવ્યા. આ એવોર્ડ સમારોહ ગાંધીનગરના સેક્ટર–12 ખાતે અતુલ્ય વારસો સંસ્થા દ્વારા યોજાયો હતો.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતને જાળવવા અને જનજાગૃતિ લાવવા માટે કાર્યરત 80 ઉપાસકોને સન્માનિત કરવામાં આવ્યા. આ મહાનુભાવો લોકસાહિત્ય, ચિત્રકલા, સંગીત, હેરિટેજ વોક અને લેખન જેવા વિવિધ માધ્યમો દ્વારા રાજ્યની ઐતિહાસિક સંસ્કૃતિ નવી પેઢી સુધી પહોંચાડે છે.

આ પ્રસંગે પૂર્વ મુખ્ય સચિવ પી.કે. લહેરી, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદભાઈ પટેલ, સાહિત્ય અકાદમીના મહામંત્રી ડૉ. જયેન્દ્રસિંહ જાદવ, સવાણી હેરિટેજ કન્ઝર્વેશનના એમડી રામભાઈ સવાણી તેમજ સંસ્થાના સ્થાપક કપિલભાઈ ઠાકર સહિતના અનેક કલાપ્રેમી અને આગેવાનો હાજર રહ્યા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande