


-ભક્તિ સભર કાર્યક્રમ યોજવામાં આવ્યો
અંબાજી 05 ડિસેમ્બર (હિ.સ) અંબાજી મંદિરના ચાંચર પ્રાંગણે યોજાયેલ ‘સ્પિરિચ્યૂઅલ ગુજરાત’ કાર્યક્રમ ભક્તિ, સંગીત અને લોકપરંપરાનો એક જીવંત ઉત્સવ બની રહ્યો હતો આ કાર્યક્રમ માં ભજન, લોકડાયરા અને પરંપરાગત ગરબા સંગીતના સુમેળ સાથે યોજાયેલ જેમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ તથા સ્થાનિક શ્રદ્ધાળુઓ બંનેને એક અનોખો આધ્યાત્મિક અનુભવ કર્યો હતો આ કાર્યક્રમ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરના આર્થિક સહયોગથી શક્ય બન્યો હતો અને સ્થાનિક વહીવટી તંત્રનું મહત્વનું યોગદાન રહ્યું હતું. ખાસ કરીને બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને કૌશિકભાઈ મોદીની સક્રિય ભાગીદારી નોંધપાત્ર હતી.
આ પહેલને પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવ્યો છે, જેથી અંબાજી આવતા વણરાજી યાત્રાકાળ દરમિયાન અંબાજી ખાતે આવી સાંસ્કૃતિક સાંજોને નિયમિત સ્વરૂપ આપી શકાય.સંગીતમય રજૂઆતનો મુખ્ય આધાર દેશપ્રખ્યાત ગાયક અને સંગીત નિર્દેશક ધ્વનિત જોશી હતા, સાથે લોકગાયિકા માનસી દેસાઈ અને મધુર સ્વરવાળી ગાયિકા શિવાની મહેતાએ સંગીતની વિવિધતા અને ભાવસભર પરંપરાનું સુંદર પ્રસ્તુતિકરણ કર્યું. તેમના અવાજમાં રજૂ કરાયેલ ‘ઉગમણા જોડીયા રે લોલ’, ‘એક એ લાજપો રમાણી’, ‘તમ રમેના ચાંચર ચોંક’, ‘કુમકુમ કેરા પહેલાં’ અને ‘ત્રણ ત્રણ તાળી પડે’ જેવી રચનાઓએ સમગ્ર પ્રાંગણમાં ઊર્જા, ભાવના અને ઉત્સાહ જગાવ્યો દીધો હતો દરેક રચના સાથે પ્રેક્ષકો ને શ્રોતાઓ સહભાગી બની ચાચર ચોકમાં સંગીત ન તાલ સાથે ઝૂમી ઉઠ્યા હતા ઝાલરો, ગીતો, ગરબાના પગલાં અને જયમાતા દીના ઉન્મેષ વચ્ચે આ સાંજ માત્ર એક કાર્યક્રમ ન રહી તે આપણું સંગીત, પરંપરા, જમીન અને ભક્તિ સાથેનો જીવંત જોડાણ બની હતી.
ઉપસ્થિત દરેક વ્યક્તિના દિલમાં આ અનુભવ લાંબા સમય સુધી ગુંજતો રહે તેવું લાગતું હતું. ભારતીય લોકપરંપરા અને આધ્યાત્મિક ભાવના બંનેનું એકસાથે એવું સુમેળમય પ્રસ્તુતિકરણ અંબાજીની ધરતી પર દુર્લભ અને યાદગાર પળો ઊભી કરી ગયું આ એક વાત સ્પષ્ટ અનુભવી અંબાજી યાત્રા માત્ર દર્શન માત્ર નથી, તે સંસ્કૃતિ, સમૂહભાવ અને આત્મિક સંગમનું સ્થાન છે. આવી પહેલો આગળ વધશે તો અંબાજી માત્ર તીર્થસ્થળ નહીં, પરંતુ જીવંત સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે પણ ઓળખાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ