
અંબાજી 05 ડિસેમ્બર(હિ.સ)અંબાજીમાં ફૂડ એન્ડ ડ્રગ નિયમન તંત્ર
દ્વારાઅચાનક
ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીથી ખાણી-પીણી વેપારીઓમાં ફફડાટ ફેલાયો
હતો. શહેર અને મંદિર આસપાસના વિસ્તારોમાં ત્રણ અલગ-અલગ ટીમો દ્વારા વ્યાપક તપાસ
કરીને કુલ 27 એક્મોનું
નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.અધિકારી તેજસ પટેલની જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ આગેવાની
હેઠળ યોજાયેલી આ કાર્યવાહી દરમિયાન અધિકારીઓ સાથે ફૂડ સેફ્ટી વાન પણ તૈનાત હતી.
ટીમોએ હોટેલ, રેસ્ટોરન્ટ, લારી-ગલ્લા, મીઠાઈની દુકાનો તેમજ પેકેટેડ ખોરાક
વેચાણ કરનારાઓની વિગતવાર ચકાસણી કરી હતી. તપાસ વખતે કાચા માલનો સંગ્રહ, વપરાતી સામગ્રીની ગુણવત્તા, પેકેટ ઉપરની તારીખો, સ્વચ્છતા વ્યવસ્થા અને ખાદ્ય
પદાર્થોના નમૂનાઓ પર ખાસ ધ્યાન અપાયું હતં.ચેકિંગ દરમિયાન વિવિધ સ્થળોએથી શંકાસ્પદ,વાસી અને બિનઆરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી
મળી આવી હતી. કુલ મળીને 60 કિલોગ્રામથી વધુ ખોરાક યોગ્ય ન હોવાનું જણાતા તેનો સ્થળ પર જ નાશ
કરવામાં આવ્યો હતો. કેટલાક એકમોને ચેતવણી આપવામાં આવી, જ્યારે કેટલાક સામે નિયમ મુજબ
કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. અધિકારીઓએ વેપારીઓને ખોરાકની ગુણવત્તા
જાળવવા,સ્વચ્છતા
રાખવા અને નિયમન તંત્રના નિયમોને કડકપણે અનુસરવા સૂચના આપી હતી. આ અચાનક
કાર્યવાહીથી અંબાજીની ખાણી-પીણી બજારમાં ચકચાર ફેલાઈ ગઈ હતી.,
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ