પોરબંદર દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અન્ડર-23 ની ક્રિકેટ મેચ યોજાઇ.
પોરબંદર, 5 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદરના દુલીપ ક્રિકેટ મેદાન ખાતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સંચાલિત અંતર જિલ્લા અંડર ક્રિકેટ ટુર્નામેન્ટનો મેચ યોજાતા પોરબંદર જિલ્લાની ટીમ વિજેતા બની હતી. પોરબંદરના પ્રસિદ્ધ (એસ.સી.એ. સંચાલિત) દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમા
પોરબંદર દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અન્ડર-23 ની ક્રિકેટ મેચ યોજાઇ.


પોરબંદર, 5 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદરના દુલીપ ક્રિકેટ મેદાન ખાતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સંચાલિત અંતર જિલ્લા અંડર ક્રિકેટ ટુર્નામેન્ટનો મેચ યોજાતા પોરબંદર જિલ્લાની ટીમ વિજેતા બની હતી.

પોરબંદરના પ્રસિદ્ધ (એસ.સી.એ. સંચાલિત) દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં એસ.સી.એ. સંચાલિત આંતર જિલ્લા અંડર-23 નો ક્રિકેટ મેચ પોરબંદર જિલ્લા અને પોરબંદર રૂરલ વચ્ચે રમાયેલ, જેમાં પોરબંદર રૂરલે ટોસ જીતી અને ફિલ્ડિંગ લીધેલ, પોરબંદર જિલ્લાની ટીમે પહેલું બેટિંગ કરી 232 રન બનાવેલ,માનવ પ્રજાપતિ અને પ્રતીક રાઠોડે ઓપનિંગ ભાગીદારીમાં શાનદાર 109 રનની ભાગીદારી કરી અને ટીમને મજબુત સ્ટાર્ટ આપેલ, માનવ પ્રજાપતિ 59 રન બનાવી રન આઉટ થયેલ,ત્રણ નંબર પર જય મકવાણા બેટીંગમાં ઉતરેલ, બીજી વિકેટ માટે પ્રતીક અને જય એ આક્રમક બેટિંગ કરી 23 ઓવરમાં 185 રન કરી ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી દીધેલ, પ્રતીક 11 ચોકા સાથે 130 બોલમાં 123 રન બનાવી આઉટ થયેલ, બાદ જય મકવાણાએ મેદાનની ચારેબાજુ શોટ્સ રમી 2 છક્કા, 7 ચોકા સાથે 80બબોલમાં 101 રન બનાવી આઉટ થયેલ, જયે આઉટ થતા પહેલા ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી દીધેલ,પોરબંદર જિલ્લાએ 50 ઓવરમાં 3 વિકેટે 323 રન બનાવેલ.મોટાં જુમલાનો સામનો કરવા પોરબંદર રૂરલની ટીમ મેદાનમાં ઉતરેલ જે 50 ઓવર રમી 7 વિકેટે 239 રન બનાવેલ,

જેમાં હેમલ પીપરયા 106 તેમજ વત્સલ લૂકા 45 રન મુખ્ય હતા,પી.ડી.સી.એ.તરફથી પ્રીત મોનાણી 26 રનમાં 3 વિકેટ, માનવ પરમાર 46 રનમાં 2 વિકેટ મુખ્ય હતા.પ્રતીક રાઠોડ મેન ઓફ ધ મેચ બનેલ.પોરબંદર જિલ્લા ટીમને જીત બદલ ગવર્નિંગ બોડી, તથા એપેક્ષ મેમ્બર્સએ શુભેછા પાઠવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande