
પાટણ, 5 ડિસેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના બાલીસણામાં હોમગાર્ડ્ઝ યુનિટ દ્વારા ‘અંગદાન મહાદાન’ના સંદેશ સાથે જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 6 ડિસેમ્બરના હોમગાર્ડ્ઝ સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આ રેલી કાઢવામાં આવી હતી.
આ કાર્યક્રમ કમાન્ડન્ટ જનરલ, ગુજરાત હોમગાર્ડ્ઝના આદેશ તથા પાટણ જિલ્લા કમાન્ડન્ટ સંજયભાઈ ઠાકોરના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. રેલીનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ દર્દીઓના જીવન બચાવવા અંગદાન અંગે જનજાગૃતિ ફેલાવવાનો હતો.
આ પ્રસંગે બાલીસણા યુનિટના ઇન્ચાર્જ નરેશભાઈ પરમાર, એનસીઓ જીતુભાઈ વાઘેલા, વિનોદભાઈ પરમાર સહિત બહોળી સંખ્યામાં હોમગાર્ડ્ઝ જવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાપના દિવસની ઉજવણી જનજાગૃતિ સાથે ઉજવીને સાચો સંદેશ પ્રસરાવવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ