6 અને 9 ડિસેમ્બરે પોરબંદર–દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ, પરિવર્તિત માર્ગથી ચાલશે
ગીર સોમનાથ, 5 ડિસેમ્બર (હિ.સ.) ભાવનગર ઉત્તર પશ્ચિમ રેલવેના ગાંધીનગર–જયપુર સ્ટેશનના પુનર્વિકાસ કાર્યને કારણે બ્લોક લેવામાં આવતા ભાવનગર મંડળમાંથી પસાર થતી પોરબંદર–દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ ટ્રેનના સંચાલનમાં અસ્થાયી ફેરફાર કરવામાં આવ્યો છે. વરિષ
6 અને 9 ડિસેમ્બરે પોરબંદર–દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ, પરિવર્તિત માર્ગથી ચાલશે


ગીર સોમનાથ, 5 ડિસેમ્બર (હિ.સ.) ભાવનગર ઉત્તર પશ્ચિમ રેલવેના ગાંધીનગર–જયપુર સ્ટેશનના પુનર્વિકાસ કાર્યને કારણે બ્લોક લેવામાં આવતા ભાવનગર મંડળમાંથી પસાર થતી પોરબંદર–દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ ટ્રેનના સંચાલનમાં અસ્થાયી ફેરફાર કરવામાં આવ્યો છે. વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠી મુજબ અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

1. ટ્રેન નંબર 20937 પોરબંદર–દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ તારીખ 06.12.2025 અને 09.12.2025ના રોજ પોરબંદરથી ચાલનારી આ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ ફુલેરા–જયપુર–રેવાડીના સ્થાને પરિવર્તિત માર્ગ ફુલેરા–રીંગસ–રેવાડી મારફતે સંચાલિત થશે. આ સમયગાળા દરમિયાન આ ટ્રેન કિશનગઢ, ફુલેરા અને જયપુર સ્ટેશનો પર રોકાશે નહીં.

2. ટ્રેન નંબર 20938 દિલ્હી સરાય રોહિલ્લા–પોરબંદર એક્સપ્રેસ તારીખ 08.12.2025ના રોજ દિલ્હી સરાય રોહિલ્લાથી ચાલનારી આ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ રેવાડી–જયપુર–ફુલેરાના સ્થાને પરિવર્તિત માર્ગ રેવાડી–રીંગસ–ફુલેરા મારફતે સંચાલિત થશે. આ સમયગાળા દરમિયાન આ ટ્રેન જયપુર, ફુલેરા અને કિશનગઢ સ્ટેશનો પર રોકાશે નહીં.

રેલયાત્રીઓને વિનમ્ર વિનંતી છે કે, ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીની યોજના બનાવે તથા ટ્રેનોના સંચાલન સંબંધિત તાજી માહિતી માટે www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરી કોઈપણ પ્રકારની અસુવિધાથી બચવું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande