
પાટણ, 5 ડિસેમ્બર (હિ.સ.)સમી–રાધનપુર હાઈવે પર ખોડિયાર હોટલ નજીક મોડી રાત્રે એક કાર પલટી મારી ગઈ હતી. સમી તરફથી આવી રહેલી કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા વાહન રોંગ સાઈડમાં જઈ પલટી ખાઈ ગયું હતું.
અકસ્માતની જાણ થતા જ ખોડિયાર હોટલનો સ્ટાફ તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સ્ટાફે કારના કાચ તોડી ડ્રાઈવરને સલામત રીતે બહાર કાઢ્યો હતો.
સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી, તેમ છતાં કારને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ