જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, કોડીનાર દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસ – 2025 ની ઉજવણી
ગીર સોમનાથ, 5 ડિસેમ્બર (હિ.સ.) : જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, કોડીનાર દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગ બાળકો, દિવ્યાંગજન, તેમના વાલીઓ અને સમાજમાં સમા
જીવનદીપ હેલ્થ એજ્યુકેશન


ગીર સોમનાથ, 5 ડિસેમ્બર (હિ.સ.) : જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, કોડીનાર દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગ બાળકો, દિવ્યાંગજન, તેમના વાલીઓ અને સમાજમાં સમાવેશીતા (Inclusiveness) અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. કાર્યક્રમની શરૂઆત દિવ્યાંગજનો અને વાલીઓ માટે સરકારની વિવિધ યોજનાઓ, લાભો અને સહાયવિધિઓ અંગે માર્ગદર્શન સત્ર સાથે કરવામાં આવી. જેમાં નિષ્ણાતોએ દિવ્યાંગ સર્ટિફિકેટ, UDID કાર્ડ, પેન્શન યોજનાઓ, શિક્ષણ અને રોજગાર સંબંધિત યોજનાઓ સહિતની ઉપયોગી માહિતી આપી.

સંસ્થાના દિવ્યાંગ બાળકોને શૈક્ષણિક કીટ (Educational Kit) વિતરણ કરીને તેમનું પ્રોત્સાહન કરવામાં આવ્યું. બાળકોના સર્વાંગી વિકાસ માટે સંસ્થા દ્વારા આપવામાં આવતી શૈક્ષણિક, થેરાપી અને તાલીમ સુવિધાઓ વિશે પણ ઉપસ્થિત વાલીઓને જાગૃત કરવામાં આવ્યા.

વિશ્વ દિવ્યાંગ દિવસ વિશ્વભરમાં સંવેદનશીલતા, સહઅસ્તિત્વ, સમાન અધિકાર અને માનવ ગૌરવની યાદ અપાવે છે. આ દિવસ સમાજને યાદ અપાવે છે કે દિવ્યાંગતા કોઈ મર્યાદા નહીં પરંતુ સમાજને વધુ જવાબદાર અને સમાનતાપૂર્ણ બનાવવાની તક છે.

કાર્યક્રમમાં સંસ્થા સાથે જોડાયેલા અગ્રણીમહોદયો, ટ્રસ્ટીઓ, શિક્ષકો, સ્ટાફ, દિવ્યાંગજનો તથા તેમના વાલીઓને ઉલ્લેખનીય ઉપસ્થિતિ નોંધાવી હતી. સૌએ મળીને દિવ્યાંગ બાળકોના શિક્ષણ, સારવાર અને પુનર્વસન માટે જીવનદીપ સંસ્થાની કામગીરીને બિરદાવતા ભવિષ્યમાં વધુ અસરકારક પહોંચ વિકસાવવા સંકલ્પ વ્યક્ત કર્યો. આ તકે જીવનદીપ સંસ્થા ના દિવ્યાંગ બાળકોને હોટેલ શિવમ કોડીનારના દિનેશભાઈ રાઠોડ દ્વારા તમામ દિવ્યાંગ બાળકોને હોટલ ખાતે લઈ જઈ વિશિષ્ટ વાનગીઓ થી સ્વાદિષ્ટ ભોજન કરાવી વિશ્વ દિવ્યાંગ દિવસને ખાસ બનાવ્યું હતું

અંતમાં વિશ્વ દિવ્યાંગ દિવસના સંદેશ સાથે, દરેક વ્યક્તિ સુધી સમાન તક અને સન્માન પહોંચે તે માટે સામૂહિક પ્રયત્નો ચાલુ રાખવાનો સૌએ સંકલ્પ કર્યો.

કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના આરીફભાઇ ચાવડા, રાકેશભાઈ બેરડીયા, તનવીરભાઈ ચાવડા, ડૉ. ભરતભાઈ રાઠોડ, ડૉ. નિકુંજભાઈ ચુડાસમા, વિપુલભાઈ સોલંકી, નાજીમાબેન જુણેજા, ભાવનાબેન રાઠોડ, અમિતાબેન ચાવડા,

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande