
ગીર સોમનાથ, 5 ડિસેમ્બર (હિ.સ.) : જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી.,નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા ગીરસોમનાથનાઓ તરફથી ગેરકાયદેસર અને પરવાના વગરના હથીયાર પકડી પાડવા કરેલ સુચના મુજબ, પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન અનુસાર તા.04/12/2025 ના એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.કાગડાની રાહબરી હેઠળ એસ એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઇ, દેવદાનભાઈ કુંભરવાડીયા, મેરામણભાઇ શામળા, ગોવિંદભાઇ રાઠોડ તથા પો.હેડ કોન્સ. વિપુલભાઇ ટીટીયા, ગોપાલભાઇ મકવાણા તથા કૈલાશસિંહ બારડ પો.કોન્સ. એ રીતેના પોલીસ સ્ટાફ સાથે કામગીરી સબબ તાલાલા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન એ.એસ.આઇ. દેવદાનભાઇ કુંભરવાડીયા તથા પો.હેડ કોન્સ. વિપુલભાઇ ટીટીયા તથા પો.કોન્સ. કૈલાશસિહ બારડની સંયુકત બાતમી આધારે આરોપી દાનીશ દાઉદ ગામ-વડાળા તાલુકો-તાલાલા વડાળા ગામના પાટીયા પાસે થી ગેર કાયદેસર પરવાના વગર દેશી જામગરી બંદૂક સાથે પકડી પાડી આરોપી વિરૂધ્ધ તાલાળા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ તથા જી.પી.એ.135 મુજબ ગુન્હો રજી. કરાવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ