કોર્ટ દ્રારા બજવણી અર્થે આપેલ પકડ વોરંટ ના આરોપીઓને પકડી પાડતી ગીર સોમનાથ પોલીસ
ગીર સોમનાથ, 5 ડિસેમ્બર (હિ.સ.) જુનાગઢ રેન્જ આઇ.જી.પી નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરી સાહેબ ઉના વિભાગ ઉના નાઓએ સજા વોરંટ/પકડ વોરંટના અરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી
કોર્ટ દ્રારા બજવણી અર્થે આપેલ પકડ વોરંટ ના આરોપીઓને પકડી પાડતી ગીર સોમનાથ પોલીસ


ગીર સોમનાથ, 5 ડિસેમ્બર (હિ.સ.) જુનાગઢ રેન્જ આઇ.જી.પી નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરી સાહેબ ઉના વિભાગ ઉના નાઓએ સજા વોરંટ/પકડ વોરંટના અરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સખત સુચના કરેલ હોય, જે અનુસંધાને ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓની સુચના તથા માર્ગદર્શન મુજબ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એન.એ.વાઘેલા ગીરગઢડા પોલીસ સ્ટેશન નાઓની રાહબરી હેઠળ ગીરગઢડા પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.૦૦૧૫/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૫૦૭,૧૧૪ તથા એટ્રોસીટી એકટ મુજબના કામે નીચે જણાવેલ આરોપીઓ વિરૂધ્ધમાં ગુન્હો દાખલ થયેલ હોય અને નામદાર કોર્ટ દ્વારા જામીન મુકત કરેલ હોય તેમજ નામદાર એડી. સેશન્સ જજ ઉના કાર્ટના એટ્રો સેશન્સ કેસ નંબર-૨૪/૨૦૧૯ ના કામે નામદાર કોર્ટ દ્વારા અવાર-નવાર પકડ વોરંટ ઇસ્યુ કરવા છતાં નામદાર કોર્ટ ઉના ખાતે મુદત તારીખે આરોપીઓ હાજર રહેતાં ન હોય જેથી પકડ વોરંટની સમય મર્યાદા બજવણી કરવા સારૂ આ કામના આરોપીઓને અમદાવાદ, સુરેન્દ્રનગર તથા મોરબી ખાતેથી રાઉન્ડ અપ કરી આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીના નામ/સરનામા :-

(૧) શકિતસિંહ ધીરૂભાઇ જાદવ ઉ.વ.૨૫ રહે. પાંડા તીર્થ તા.હળવદ જી.મોરબી

(૨) નીતીનભાઇ માનસીંગભાઇ વાઢેળ ઉ.વ.૨૯ રહે.બોડીદર ગામ તા.ગીરગઢડા જી.ગીર સોમનાથ

(૩) શકિતભાઇ જગદીશભાઇ ચૌહાણ ઉ.વ.૧૮ રહે. પારૂકોઢ ગામ તા.ધાંગ્રધ્રા

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande