
ગીર સોમનાથ 5 ડિસેમ્બર (હિ.સ.) સરકાર દ્વારા ભૂમાફિયા પર અંકુશ લાવવા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-ર૦ર૦ લાગુ કરવામાં આવેલ છે.જે અનુસંધાને જિલ્લા કલેકટર એન. વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને લેન્ડ ગ્રેબીંગ કમિટિની બેઠક યોજાયેલ હતી. જિલ્લામાં સરકારી તથા ગૌચરની જમીનોમાં જુદા જુદા ઈસમો દ્વારા દબાણો કરવામાં આવેલ હોય, સબંધિત મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી દ્વારા દબાણદારો સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-ર૦ર૦ હેઠળ કુલ-૧૪ સ્યુ મોટો અરજીઓ દાખલ કરવામાં આવેલ હતી. આ દબાણદારો ઉપર લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરીયાદ અરજી થતા કુલ-૧ર દબાણદારોએ કુલ ૯૧૭૪૦ ચો. મી. સરકારી / ગૌચરની જમીનો ઉપરના દબાણો સ્વૈચ્છાએ ખુલ્લા કરેલ હતા.જેની અંદાજીત બજાર કિંમત રૂા.૧૭ કરોડ જેટલી થાય છે.જયારે ર(બે) દબાણદારોએ સરકારી જમીનો ઉપરના દબાણો ખુલ્લા ન કરતા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-ર૦ર૦ હેઠળ એફ.આઈ.આર. દાખલ કરવા નિર્ણય કરવામાં આવેલ હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ