
ગીર સોમનાથ 5 ડિસેમ્બર (હિ.સ.) વેરાવળ માં મોટા કોળીવાળા ખાતે કેદારેશ્વર મહાદેવ મંદિર ના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજરોજ તારીખ ભગવાન શંકર મહાદેવજી ની ભવ્ય શોભાયાત્રા વેરાવળ શહેરના તમામ મુખ્ય માર્ગ ઉપર કાઢવામાં આવેલ આ શોભાયાત્રામાં જોડાયેલ વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ અને વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલો તેમજ ૯૦ સોમનાથ કોંગ્રેસના ધારાસભ્ય વિમલચુડાસમા, વેરાવળ શહેર ભાજપ પ્રમુખ શૈલેષ મેસવાણિયા, મોટા કોળી વાળા સમાજના પટેલ કાળુભાઈ ચાળીયા, નાના કોળી વાળા સમાજના પટેલ ભીખુભાઈ વાયલુ, વેલનાથ સમિતિના પ્રમુખ દીપકભાઈ ગઢીયા, કોળી સેના ઉપપ્રમુખ અજયભાઈ ધારેચા, સહિતના અન્ય અગ્રણીઓ તથા કોળી સમાજના ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ