ગીરગઢડા પોલીસ સ્ટેશન દ્વારા સાયબર જાગૃતી માટે પ્રોગ્રામનું આયોજન કરાયું
ગીર સોમનાથ, 5 ડિસેમ્બર (હિ.સ.) : જુનાગઢ રેન્જ આઇ.જી.પી.નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા તથા ઉના નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરીના દ્વારા જિલ્લામાં સાયબર ક્રાઈમ ડામવા અને જાગૃતી ફેલાવવા સુચના કરેલ હોયજે અનુસંધાને પોલીસ અ
ગીરગઢડા પોલીસ સ્ટેશન દ્વારા સાયબર જાગૃતી માટે પ્રોગ્રામનું આયોજન કરાયું


ગીર સોમનાથ, 5 ડિસેમ્બર (હિ.સ.) : જુનાગઢ રેન્જ આઇ.જી.પી.નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા તથા ઉના નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરીના દ્વારા જિલ્લામાં સાયબર ક્રાઈમ ડામવા અને જાગૃતી ફેલાવવા સુચના કરેલ હોયજે અનુસંધાને પોલીસ અધીક્ષક અધિક્ષક જયદિપસિંહ જાડેજા ની સુચના તથા માર્ગદર્શન હેઠળ ગીરગઢડા પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટર એન.એ.વાઘેલા તથા પો.હેડ કોન્સ. કલ્પેશભાઈ કરશનભાઈ ચૌહાણ તથા પો.કોન્સ. અશ્વિનભાઈ જીવનભાઈ સોસા તથા આઈ.ટી.એક્સપર્ટ વીપુલભાઈ શીયાળ દ્રારા સાયબર અવેરનેસની કામગીરી કરવામાં આવેલ. જે અંતર્ગત ગીરસોમનાથ જિલ્લામાં ગીરગઢડા પોલીસ સ્ટેશન દ્વારા સાયબર જગૃતી માટે અભીનવ હાઈસ્કુલ ગીરગઢડા ખાતે વિધ્યાર્થીઓને 'Cyber Crime Awareness' પ્રોગ્રામ દ્વારા વિધ્યાર્થીઓને સાયબર ક્રાઈમ શું છે? ફ્રોડ થયે શું કરવું અને શું ના કરવું, ડીજીટલ એરેસ્ટ, ખાસ કરીને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ક્રિપ્ટો કરન્સી, શેર બજાર, દ્વારા થતા સાયબર ફ્રોડ વિશેની ખાસ જાણકારી જેમા Telegram તેમજ Whatsapp ના માધ્યમથી કોઈ પણ જગ્યાએ રોકાણ કરવુ નહીં એ ખાસ સુચના આપવામાં આવેલ તથા OTP આપ્યા વગર થતા ફ્રોડ થયે શું કરવું શું ના કરવું? સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેવા કે Instragram, Facebook, Whatsapp, Twitter (X) વગેરે તેમજ યુવાનોમાં વોટ્સએપ અને ઈમેઈલ હેક થયે તેને રીકવર કરવા પગલા તેમજ ઓનલાઈન શોપિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે માહિતગાર કરવામાં આવેલ હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande