ગુજરાત શિક્ષણ બોર્ડનો છબરો: ધુળેટીના દિવસે જ બોર્ડની પરીક્ષા ગોઠવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણમાં
અમદાવાદ, 5 ડિસેમ્બર (હિ.સ.)-ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા બોર્ડ પરીક્ષાના ટાઈમ ટેબલમાં મોટી ભૂલ સામે આવી છે. જાહેર રજા ચકાસ્યા વગર જ 4 માર્ચ, ધુળેટીના દિવસે ધોરણ 10 અને 12ની પરીક્ષા ગોઠવી દેવામાં આવી છે. 4 મ
गुजरात शिक्षा बोर्ड गांधीनगर


અમદાવાદ, 5 ડિસેમ્બર (હિ.સ.)-ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા બોર્ડ પરીક્ષાના ટાઈમ ટેબલમાં મોટી ભૂલ સામે આવી છે. જાહેર રજા ચકાસ્યા વગર જ 4 માર્ચ, ધુળેટીના દિવસે ધોરણ 10 અને 12ની પરીક્ષા ગોઠવી દેવામાં આવી છે.

4 માર્ચે ધોરણ 10નું સામાજિક વિજ્ઞાન, ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)માં ઈતિહાસ, અર્થશાસ્ત્ર અને અકાઉન્ટના મૂળતત્ત્વો, જ્યારે ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ)માં જીવવિજ્ઞાનનું પેપર રાખવામાં આવ્યું છે.

જાહેર રજાના દિવસે પરીક્ષા, વાલીઓમાં અસંતોષ

ધુળેટી જેવી રાજ્યવ્યાપી જાહેર રજાના દિવસે પરીક્ષા મુકાતા વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણ અને ચિંતામાં મુકાયા છે. રંગોના તહેવારના દિવસે જ પરીક્ષા લેવાનો નિર્ણય પ્રશ્નચિહ્નો ઊભા કરી રહ્યો છે.

આ પહેલીવાર નથી કે બોર્ડએ આવી ભૂલ કરી હોય. વર્ષ 2023માં પણ ચેટી ચાંદના દિવસે પરીક્ષા ગોઠવતા વિરોધ પછી તારીખ બદલવી પડી હતી. એ જ કારણે આ વર્ષે પણ પરીક્ષા તારીખમાં ફેરફાર થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.

બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખો જાહેર

ગુજરાત શિક્ષણ બોર્ડે ફેબ્રુઆરી–માર્ચ 2026માં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ માટેના આવેદનપત્રોની તારીખો જાહેર કરી છે.

વિદ્યાર્થીઓ 7 નવેમ્બર 2025થી 6 ડિસેમ્બર 2025 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

રેગ્યુલર ફી સાથેના ફોર્મ 7 નવેમ્બર બપોરે 12:00 વાગ્યાથી 6 ડિસેમ્બર રાત્રે 12:00 વાગ્યા સુધી બોર્ડની વેબસાઇટ gseb.org પર ઉપલબ્ધ રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande