
સુરત, 5 ડિસેમ્બર (હિ.સ.) : ઉધના પ્રમુખ પાર્ક ઈન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટમાં લૂમ્સનું ખાતુ ધરાવતા વીવર્સ પાસેથી મહાકાળી ઍન્ટરપ્રાઈઝના માલીકે દલાલ સાથે મળી કુલ રૂપીયા 42.27 લાખનો ગ્રે કાપડનો માલ ખરીદ્યા બાદ ચુનો ચોપડ્યો છે. ઉપરથી વીવર્સે પેમેન્ટની ઉઘરાણી કરતા હાથ પગ ભાંગી નાંખવાની ધમકી આપી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અલથાણ, આશીર્વાદ હોમ્સમાં રહેતા45 વર્ષીય કીર્તીભાઈ બાબુભાઈ પટેલ ઉધના,ï પ્રમુખ પાર્ક ઈન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટમાં પાવર લુમ્સનું ખાતુ ધરાવે છે. મૂળ મહેસાણાના ઉંઝાના ભુણાવ ગામના વતની કીર્તીભાઈï પાસેથી ગત તા 14 મે 2024 થી 5 જુલાઈ 2024 સુધીમાં કાપ઼ડ દલાલ હિતેષ કાળુ ડુંગરાણી (રહે. પનવેલ પેલેસ, મોટા વરાછા)મારફતે ઉધના લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટમાં મહાકાળી ઍન્ટરપ્રાઈઝના નામે ધંધો કરતા સુમીરકુમાર અશોક પટેલઍ રૂપિયા 42,27,409ના મત્તાનો ગ્રે કાપડનો માલ ખરીદ્યો હતો. માર્કેટના ધારાધોરણ મુજબ નક્કી કરવામાં આવેલ મર્યાદામાં આરોપીઓઍ પેમેન્ટ નહી આપતા કીર્તીભાઈઍ પેમે્ન્ટની ઉઘરાણી કરતા શરુઆતમાં આપી દેવાના ખોટા ખોટા વાયદાઓ આપી સમય પસાર કરતા આવ્યા હતા. આખરે કીર્તીભાઈને તેમની ઓફિસમાં ઉઘરાણી માટે જતા બંને જણા ઉશ્કેરાઈને હાથ પગ ભાંગી નાંખીશ, તારા જેવા કેટલાયનું કરી નાંખ્યું છે. બીજીવાર ઓફિસ પર આવ્યો તો મજા નહી આવે તેવી ધમકી આપી પેમેન્ટ નહી ચુકવી છેતરપિંડી કરી હતી. ઉધના પોલીસે કીર્તીભાઈની ફરિયાદ લઈ બંને સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે