
જામનગર, 5 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર શહેરમાં ચકચારીજનક દૂષ્કર્મના કેસમાં ધરપકડથી બચવા નાસ્તા ફરતા આરોપી વિશાલ મહેન્દ્રભાઈ મોદીએ ધરપકડ સામે આગોતરા જામીન મળવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરેલ હતી. જે અરજીમાં હાઈકોર્ટએ આગોતરા જામીન મંજુર કરવાને બદલે આરોપીને તાત્કાલીક તા.10/12/2025ના રોજ કેસની તપાસ કરનાર અમલદાર સમક્ષ હાજર થવા હુકમ ફરમાવેલ છે.
જામનગર શહેર ભારતીય જનતા પાર્ટી કિશાન મોરચાના પુર્વ ઉપપ્રમુખ અને જાણીતા ઉધોગપતિ વિશાલ મહેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રોપર્ટી બતાવવાના બહાને પીડીતાને જામનગર મુકામે આવેલ આર્યભગવતી વિક એન્ડ વિલામાં લઈ જઈ કેફી પ્રવાહી પીણું પાઈ તેણી સાથે બળજબરી પૂવર્ક દુષ્કર્મ ગુજારી અને તે દુષ્કર્મની અંગત પળોના ફોટા તેમજ વિડીયો બનાવી અને તેને વાઈરલ કરી દેવાની ધમકી આપી આરોપી વિશાલ મોદીએ ભોગ બનનારને ધાક-ધમકીઓ આપી સતત બે વર્ષ સુધી અનેક વખત શારીરીક સબંધો બાંધી દુષ્કર્મ ગુજારેલ હતું અને જે બાબતે પીડીતાએ પોલીસમાં ફરીયાદ નોંધાવેલ છે અને જે ફરીયાદ અન્વયે ધરપકડથી બચવા નાસતા-ફરતા આરોપી વિશાલ મોદીએ નામદાર સેશન્સ કોર્ટ જામનગરમાં આગોતરા જામીન મેળવવા અંગેની અરજી દાખલ કરેલ હતી જે નામદાર સેશન્સ કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવેલ હતી.
જેથી આરોપીએ ધરપકડથી બચવા ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટેની અરજી દાખલ કરેલ હતી અને જેમાં ગુજરાત હાઈકોર્ટએ ફરીયાદની વિગતો ઘ્યાને લીધેલ હતી અને આરોપીને ધરપકડ સામે આગોતરા જામીન અન્વયે હુકમ કરવાને બદલે હાઈકોર્ટએ આરોપીને તા.10/12/2025 ના રોજ કેસની તપાસ કરતા પોલીસ અમલદાર સમક્ષ પોતાના મોબાઈલ સાથે હાજર રહેવા હુકમ ફરમાવેલ છે.
પીડીતા દ્વારા આરોપી વિશાલ મોદી સામે ફરીયાદ નોંધાયાને એક માસ ઉપરાંતનો સમય થઈ જવા છતાં આરોપીની આજદીન સુધી પોલીસ દ્વારા ધરપકડ કરી શકાયેલ ન હતી અને આરોપી પોલીસ ધરપકડથી બચવા સતત પ્રયાસ કરી રહયો હતો તેવા સંજોગોમાં ગુજરાત હાઈકોર્ટ તરફથી આરોપી ને તા.10/12/2025 ના રોજ પોતાના મોબાઈલ ફોન સાથે તપાસ કરનાર પોલીસ અમલદાર સમક્ષ પોલીસ સ્ટેશને હાજર થવાનો આદેશ કરવામાં આવતા આરોપીએ કોર્ટે જણાવેલ તારીખે પોલીસ સમક્ષ હાજર થવું ફરજીયાત બનતા કેસમાં આરોપીની પોલીસ પુછપરછ તથા મુદામાલ મોબાઈલ સહીત બાબતે તપાસ કરવાનો પોલીસ માર્ગ ખુલ્લો થયો છે અને એક માસ ઉપરાંતના સમયથી નાસ્તો ફરતો આરોપી વિશાલ મહેન્દ્ર મોદી તા. 10/12/2025 ના રોજ હાજર થશે ત્યારે પોલીસ તપાસમાં અનેક ચોકાવનારી હકકીત ખુલ્લે તેવું શકયતાઓ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt