


પાટણ, 5 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર હોમગાર્ડ યુનિટે 6 ડિસેમ્બરના સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ માનવસેવા અને પર્યાવરણ સંરક્ષણનો ઉત્તમ સંદેશ આપવા માટે 5 ડિસેમ્બર, 2025ના રોજ મંગલજીવન ટ્રસ્ટ સંચાલિત અનાથાશ્રમ તથા વૃદ્ધાશ્રમ ખાતે વૃક્ષારોપણ અને ભોજન પ્રસાદનું આયોજન કર્યું. આ કાર્યક્રમ જિલ્લા કમાન્ડન્ટ સંજય ઠાકોરની અધ્યક્ષતા અને ડિવિઝનલ કમાન્ડર ગણપત મકવાણાની દેખરેખ હેઠળ યોજાયો હતો. પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણ એક મુખ્ય આકર્ષણ રહ્યું.
આ પ્રસંગે ઓફિસર કમાન્ડિંગ કપૂરજી એલ. ઠાકોર, ASL ફુલચંદભાઈ શ્રીમાળી, બાકીરભાઈ પટેલ સહિત યુનિટના તમામ સભ્યો હાજર રહ્યા હતા. હોમગાર્ડ સભ્યોએ બાળકો અને વડીલોને પ્રેમપૂર્વક પ્રસાદ અર્પણ કરીને માનવસેવાનો સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ