
વલસાડ, 5 ડિસેમ્બર (હિ.સ.) : વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ટાંકી ગામ ખાતે શ્રી વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રીય સેવા યોજનાનો વાર્ષિક કેમ્પ શરૂ થયો હતો.
આ કેમ્પમાં કોલેજના નિવૃત પ્રાધ્યાપક વી.ડી.હરકીણીયા અને પટેલ મહિલા કોલેજ ધોરાજીના લાઇબ્રેરિયન કમલેશ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આહવાન કરાયેલા સ્વદેશી અભિયાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓ અપનાવી વ્યસનમુકત થઈ વિદેશી ઠંડાપીણાથી દૂર રહેવા માટે અનુરોધ કરાયો હતો. ગામના દરેક ઘર પરિવારોની મુલાકાત લઈને સ્વદેશી અપનાવવા અને તેની ઉપયોગીતાનું મહત્વ સમજવવા કહેવામાં આવ્યુ હતું. સ્વદેશી વસ્તુઓ આપણા કુટુંબ, સમાજ અને રાષ્ટ્રના નિર્માણ માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે.
આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેનાર નિવૃત પ્રાધ્યાપક વી.ડી.હરકીણીયા અને નિવૃત કોલેજ લાઇબ્રેરિયન કમલેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને જરુરી માર્ગદર્શન આપી આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવા હાકલ કરવા જણાવ્યુ હતુ. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય ત્યારે જ સિદ્ધ થશે. એવુ બંને વક્તાઓએ શિબિરમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને જણાવ્યુ હતુ.
પ્રોગ્રામ ઓફિસર પ્રા.ડો.શૈલેષભાઇ રાઠોડ, પ્રા. જીમીભાઇ, પ્રા.બેન તેમજ શિબિરમાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લઇ આ અભિયાન સફળ રીતે આગળ વધે એ માટે ગામના દરેક નાગરિકોને જાગૃત કરવાની કામગીરી માટે તૈયારી દર્શાવી હતી. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ જાતે બનાવેલું વારલી પેઇન્ટિંગનું ચિત્ર બંને અધ્યાપકોને ભેટરૂપે અર્પણ કર્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે