

પાટણ, 5 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરની ગણેશપુરા પીએમશ્રી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની રાહી દિલીપભાઈ પટેલે ખેલ મહાકુંભ 3.0ની યોગ સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કરતાં પાટણ જિલ્લાકક્ષાએ પ્રથમ ક્રમાંક હાંસલ કરીને રાજ્યકક્ષાની સ્પર્ધા માટે ક્વોલિફાય કરી છે. જિલ્લાકક્ષાની જીત બદલ તેને સરકાર તરફથી રૂ. 5000નો પુરસ્કાર પણ મળશે. તાલુકા કક્ષાએ સફળતા બાદ રાહીએ જિલ્લાકક્ષાની સ્પર્ધામાં કરેલા પ્રદર્શનથી પોતાની પ્રતિભા સાબિત કરી. તેની આ સિદ્ધિ પાછળ સખત મહેનત, અનુશાસન અને માર્ગદર્શક શિક્ષક શૈલેષભાઈ પટેલનું માર્ગદર્શન મુખ્ય રહ્યું છે.
રાહીની સફળતા બદલ શાળા પરિવાર, એસએમસી ગણેશપુરા અને સમગ્ર ગામે અભિનંદન પાઠવ્યા છે. હવે તે રાજ્યકક્ષાની યોગ સ્પર્ધામાં પાટણ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે સૌએ શુભેચ્છાઓ આપી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ