
જામનગર, 5 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના 78-જામનગર (ઉત્તર) વિધાનસભા મતવિભાગના ભાગ 16ના રૂટ સુપરવાઈઝર અને એ.કે.દોશી મહિલા કોલેજના પ્રોફેસર ડો.કેતન ધોળકિયા જણાવે છે કે, SIR અંતર્ગત મને સોંપવામાં આવેલ કામગીરી બિરદાવી મને પ્રમાણપત્ર આપવા બદલ હું કલેક્ટર કેતન ઠક્કર, પ્રાંત અધિકારી, મામલતદાર અને સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરું છું.
મને રૂટ નં.16 ના સુપરવાઇઝર તરીકે ડ્યુટી સોંપવામાં આવી છે. મારા આસિસ્ટન્ટ ઓફિસર ડોક્ટર ઓડેદરા પણ આ કામગીરીમાં સાથે હતા. મારા ૭ બૂથ પૈકી ૫ બુથમાં ગણતરી ફોર્મ અંતર્ગતની તમામ કામગીરી ૧૦૦% પૂર્ણ થઈ ગઈ છે.
જે પૈકી બે બૂથમાં ફોર્મ મેપિંગ કરવાની કામગીરી 100% પૂર્ણ થઈ છે. દરેક બીએલઓએ ખૂબ સારી રીતે કામગીરી કરી ટીમ વર્ક સાથે આ કામગીરી પૂર્ણ કરી હતી. સરકારની આ કામગીરીમાં સૌએ સહયોગ આપવો જોઈએ જેથી સાચા મતદારોની ઓળખ થઈ શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt