જંગરાલ હાઈસ્કૂલમાં માનસિક આરોગ્ય જાગૃતિ અને આત્મહત્યા નિવારણ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
પાટણ, 5 ડિસેમ્બર (હિ.સ.) : જંગરાલ હાઈસ્કૂલમાં માનસિક આરોગ્ય જાગૃતિ અને આત્મહત્યા નિવારણ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પાટણ જિલ્લાના બાળ સુરક્ષા અધિકારી કેતનભાઈ પ્રજાપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમ દ્વારા વિદ્ય
જંગરાલ હાઈસ્કૂલમાં માનસિક આરોગ્ય જાગૃતિ અને આત્મહત્યા નિવારણ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું


પાટણ, 5 ડિસેમ્બર (હિ.સ.) : જંગરાલ હાઈસ્કૂલમાં માનસિક આરોગ્ય જાગૃતિ અને આત્મહત્યા નિવારણ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પાટણ જિલ્લાના બાળ સુરક્ષા અધિકારી કેતનભાઈ પ્રજાપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય, તણાવ સંચાલન અને ભાવનાત્મક સંતુલન વિશે સરળ ભાષામાં સમજણ આપી.

વિદ્યાર્થીઓને મનસ્વસ્થ રહેવા માટેના ઉપાયો તેમજ મદદ માટે ઉપલબ્ધ સહાય વ્યવસ્થાની જાણકારી આપવામાં આવી. સાથે જ જિલ્લા બાળ સુરક્ષા એકમ હેઠળ ચાલતી કલ્યાણકારી યોજનાઓ, બાળકોના હિત-રક્ષણ સંબંધિત કાયદાઓ અને જરૂરિયાતમંદ બાળકો માટે ઉપલબ્ધ સેવાઓ અંગે પણ વિગતવાર માહિતી આપવામાં આવી.

કાર્યક્રમમાં ભારતીબેન ચૌધરી, નિલેશાબેન ચૌહાણ અને સચિનભાઈ ચૌહાણ સહિતની ટીમની હાજરીએ સેમિનારને વધુ અર્થસભર બનાવ્યો. આ જાગૃતિ સત્રથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માનસિક આરોગ્ય તથા બાળક સુરક્ષાની અગત્યની અને પ્રયોગાત્મક માહિતી મળી, જે તેમના ભવિષ્ય પર સકારાત્મક અસર કરશે તેવી આશા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande