મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ઉદવાડા ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26 યોજાયું
વલસાડ, 5 ડિસેમ્બર (હિ.સ.) : રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં વલસાડ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જિલ્લા વિજ્ઞાન મંડળ તથા ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગરના સંયુક્ત ઉ
રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ


વલસાડ, 5 ડિસેમ્બર (હિ.સ.) : રાજ્યના

નાણાં, શહેરી

વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં વલસાડ

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જિલ્લા વિજ્ઞાન મંડળ તથા ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનું

બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025- 26નો ભવ્ય કાર્યક્રમ એસ.વી.એસ. સર્વોદય તથા પી.પી. મિસ્ત્રી

હાઇસ્કૂલ, ઉદવાડા, પારડી ખાતે યોજાયો હતો.

કાર્યક્રમનું ઉદ્ઘાટન

કેબિનેટ મંત્રી કનુભાઈ એમ. દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમણે પોતાના પ્રેરણાદાયી

સંબોધનમાં “વિકસિત ભારત” નિર્માણમાં STEM

શિક્ષણની અગત્યની ભૂમિકા પર ભાર મૂક્યો હતો, સાથે જ તેમણે વિજ્ઞાન ક્ષેત્રે પારસી સમાજના

ઐતિહાસિક ફાળાની પણ પ્રસંશા કરી હતી. પ્રદર્શનની સાથે બી.આર.સી પારડી તાલુકા કક્ષાના

પ્રાથમિક વિભાગના વિજ્ઞાન મેળાનું ઉદ્ઘાટન અને ઉદવાડા પ્રાથમિક શાળાના નવા મકાનનું

લોકાર્પણ પણ મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું, જે સ્થાનિક શિક્ષણ વ્યવસ્થામાં નવા માઇલસ્ટોન

સમાન ગણાશે.

કાર્યક્રમમાં

વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક

ક્ષેત્રે સફળતા માટે પ્રેરણા આપી હતી. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા શિક્ષણાધિકારી

ડૉ. રાજેશ્રી એ. ટંડેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે પ્રદર્શનના હેતુ તથા STEM ના પ્રાસંગિક મહત્વ અંગે માર્ગદર્શન

આપતા જણાવ્યું કે, પ્રદર્શનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિ, સર્જનાત્મકતા, પ્રયોગશીલતા, નવોચાર તથા STEM ક્ષેત્ર પ્રત્યે રૂચિ વિકસાવવાનો

છે. જિલ્લામાં આવેલી વિવિધ શાળાઓના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ નવતર મોડલો, પ્રયોગો તથા વૈજ્ઞાનિક રચનાઓ રજૂ કરી છે

જેના દ્વારા નવી પેઢીમાં વિજ્ઞાન પ્રત્યે ચિંતન, જિજ્ઞાસા અને અનુસંધાનની ભાવના વિકસાવવામાં

મદદ મળી છે. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન વિદ્યાર્થીઓની પ્રતિભાનો ઉજાસ બની રહ્યું છે.

વિદ્યાર્થીઓ

દ્વારા રજૂ કરાયેલા પર્યાવરણ સંરક્ષણ,

નવીકરણ ઊર્જા,

આધુનિક ટેકનોલોજી,

આરોગ્ય, રોબોટિક્સ, કૃત્રિમ

બુદ્ધિ અને સામાજિક વિજ્ઞાન આધારિત મોડેલોએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. શિક્ષકો, અધિકારીઓ, વાલીઓ તથા સ્થાનિક નાગરિકોની મોટી સંખ્યામાં

હાજરી મળતા કાર્યક્રમને વિશેષ પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો. આ સમગ્ર આયોજન જિલ્લા શિક્ષણ

અને તાલીમ ભવન, જિલ્લા

વિજ્ઞાન મંડળ તેમજ હોસ્ટ સ્કૂલના સંકલિત પ્રયાસોથી સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. આ

પ્રસંગે ઉદવાડા ગામના સરપંચ તથા તાલુકા અને જિલ્લાના પંચાયત ના સદસ્ય અને અન્ય

હોદ્દેદાર હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande