
પોરબંદર, 5 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનના ઠગાઇ તથા ખોટા દસ્તાવેજો તેમજ એટ્રોસીટીના ગુન્હામા લાલશાહીના કેસમા છેલ્લા છ વર્ષ નાસતા ફરતા આરોપીને કમલાબાગ પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી લીધો હતો થાણે મુંબઈ ખાતે રહેતા વૈભવ બબન નલાવડે નામના શખ્સ સામે પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમા ઠગાઇ તથા ખોટા દસ્તાવેજો તેમજ એટ્રોસીટીનો ગુન્હો નોધાયો હતો અને છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો આ આરોપી મુંબઈ ખાતે હોવાની બાતમી કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ આર સી કાનમીયા અને પીએસઅઈ આર ડી નીનામા સહિતના સ્ટાફે ઝડપી લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya