
પોરબંદર, 5 ડિસેમ્બર (હિ.સ.)વોડદરા ખાતે રહેતા કમલેશભાઈ ગોપાલભાઈ સુદ્રા પોતાના પરિવાર સાથે સૌરાષ્ટ્ર એકસ્પ્રેસ ટ્રેનમા પોરબંદર આવ્યા હતા અને બોખીરા વિસ્તારમાં રીક્ષામા બેસી બોખીરા ગયા હતા તે દરમ્યાન એમને ખ્યાલ આવ્યો કે ચોકલેટી કલરનુ ટ્રોલી બેગ ગુમ છે આથી તેમણે તુરંત પોરબંદર રેલવે પોલીસની મદદ માંગી હતી આથી પોલીસે સી.સી.ટી.વી. કેમેરા તપાસી તેમજ હ્યુમન સોર્સીથી બેગની તપાસ કરતા રીક્ષા ચાલક રામભાઈ લખમણભાઈ મોરી ની રીક્ષામાં બેસી કેવલધામ બોખીરા ગયેલ હોવાની હકિકત જણાય આવતા રીક્ષા ચાલકની શોધખોળ કરી કમલેશભાઈ ગોપાલભાઈ સુદ્રાનું ટ્રોલી બેગ પરત મળવેલ છે.
જે ટ્રોલી બેગમાં બે તોલા સોનાનું મંગલ સુત્ર તેમજ ચાંદીનો જુડો તેમજ ચાંદીની વીંટી તથા દશ જોડી નવા લેડીસ કપડા હતા જે કુલ કિમંત રૂ. 2,50,000સામાન સાથેનું ટ્રોલી બેગ કમલેશભાઈ ગોપાલભાઈ સુદ્રાને તેરા તુજકો અર્પણ અંતરગત સુપ્રત કર્યુ હતુ આ કામગીરી એ.એસ. આઈ. અમિતભાઈ પરબતભાઈ સાદિયા, પો.હેડ કોન્સ. રણજીતભાઈ મુળુભાઈ સિંધવ,પો.હેડ કોન્સ. કેતનગીરી મનસુખગીરી ગોસ્વામી તેમજ આર.પી.એફ. એ.એસ.આઈ. વિનયકુમાર દહિયાએ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya