ઊંટવાડા ગામે આત્મા કચેરી પાટણ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ યોજાઈ.
પાટણ, 5 ડિસેમ્બર (હિ.સ.) પાટણના સરસ્વતી તાલુકાના ઊંટવાડા ગામ ખાતે આત્મા કચેરી પાટણ દ્વારા પ્રાકૃતિક ખેતી આધારિત જિલ્લા અંદરની તાલીમ યોજાઈ. આ તાલીમમાં પ્રાકૃતિક ખેતીના ટેકનિકલ પાસાં, ટકાઉ ખેતી પદ્ધતિઓ અને વિવિધ સરકારી સહાય યોજનાઓ અંગે ખેડૂતોને માર્
ઊંટવાડા ગામે આત્મા કચેરી પાટણ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ યોજાઈ.


પાટણ, 5 ડિસેમ્બર (હિ.સ.)

પાટણના સરસ્વતી તાલુકાના ઊંટવાડા ગામ ખાતે આત્મા કચેરી પાટણ દ્વારા પ્રાકૃતિક ખેતી આધારિત જિલ્લા અંદરની તાલીમ યોજાઈ. આ તાલીમમાં પ્રાકૃતિક ખેતીના ટેકનિકલ પાસાં, ટકાઉ ખેતી પદ્ધતિઓ અને વિવિધ સરકારી સહાય યોજનાઓ અંગે ખેડૂતોને માર્ગદર્શન અપાયું. તાલીમ દરમિયાન જી.જી.આર.સી.ના અનંતભાઈ પટેલે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ તથા સહાય ધોરણો સમજાવ્યા જ્યારે વિજયભાઈ શ્રીમાળીએ ફુવારા અને ટપક સિંચાઈનું મહત્વ રજૂ કર્યું.

પટેલ અરવિંદભાઈએ દિવેલાની ટકાઉ ખેતી પદ્ધતિના મૂળભૂત સિદ્ધાંતો સમજાવ્યા. GPKVBની માયાબેન દેસાઈએ બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ, જીવામૃત–બીજામૃતની તૈયારી અને સ્વદેશી જીવાત નિયંત્રણ પદ્ધતિઓ અંગે વિગતવાર માહિતી આપી. ગ્રામસેવક શ્રીમતી દિવ્યાબેન ચાવડાએ ખેડૂતોને મળતી સરકારી સહાય યોજનાઓ અને તેના લાભો વિશે માહિતગાર કર્યા.

આત્મા પાટણના નરવીરકરણ ગઢવીએ પ્રાકૃતિક ખેતીના પાંચ આધાર સ્તંભ—જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, આચ્છાદન અને વાફસા—સાથે સહજીવી પાક પદ્ધતિ અંગે વિસ્તૃત સમજ આપી અને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કર્યું. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન નરવીરકરણ ગઢવી, હસમુખભાઈ પટેલ અને રાકેશભાઈ બકરપરાએ કર્યું. અંતે પ્રોજેક્ટ ડાયરેક્ટર એ.આર. ગામી સાહેબે ઠાકોર રમુજી જવાનજીના બીઆરસી યુનિટ તથા મોડેલ ફાર્મની મુલાકાત લઈ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત કર્યા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande