પોરબંદરમાં મોઢવાડા વિસ્તારમાં ત્રણ કરોડથી વધુને બે સુવિધાપથનું ખાતર્મુહત કરાશે
પોરબંદર, 5 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદરના ધારાસભ્ય કેબીનેટ મંત્રીએ રાજય સરકારને કરેલી ભલામણ અનુસંધાને મોઢવાડા વિસ્તારમાં આવતીકાલે ત્રણ કરોડથી વધુના બે સુવિધાપથના ખાતમુહૂર્ત કેબીનેટ મંત્રી તથા પૂર્વ કેબીનેટ મંત્રી સહિત જિલ્લા અને તાલુકાના ભાજપના આગેવા
પોરબંદરમાં મોઢવાડા વિસ્તારમાં ત્રણ કરોડથી વધુને બે સુવિધાપથનું ખાતર્મુહત કરાશે


પોરબંદર, 5 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદરના ધારાસભ્ય કેબીનેટ મંત્રીએ રાજય સરકારને કરેલી ભલામણ અનુસંધાને મોઢવાડા વિસ્તારમાં આવતીકાલે ત્રણ કરોડથી વધુના બે સુવિધાપથના ખાતમુહૂર્ત કેબીનેટ મંત્રી તથા પૂર્વ કેબીનેટ મંત્રી સહિત જિલ્લા અને તાલુકાના ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં થશે.

પોરબંદરના ધારાસભ્ય એવા રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના કેબીનેટમંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ મોઢવાડા વિસ્તારના લોકોની સુખાકારી માટે રાજ્ય સરકારમાં મહત્વની રજૂઆતો કરી હતી જેમાં સારા રસ્તાની સુવિધા ઉપલબ્ધ થાય તે માટેના વિકાસ કામો મંજૂર કરવા ભલામણ કરી હતી તે અનુસંધાને મોઢવાડાથી કેશવ થી પાલખડાથી શીશલી સુધીના સુવિધાપથના કામ માટે બે કરોડ પાંચ લાખ રૂપિયા મંજૂર થયા હતા અને મોઢવાડા નજીક બગવદર, મીંયાણી, એમ.ડી.આર. મોઢવાડા સમાજ થઇબને મોઢવાડાથી કેશવ સુધીના સુવિધાપથના કામ માટે એક કરોડ રૂપિયા મંજૂર થયા હતા. આમ કુલ બે સુવિધાપથના વિકાસ કામ માટે 3 કરોડ પાંચ લાખ રૂપિયા જેવી માતબર રકમ મંજૂર થઈ હતી જેથી આ બંને રસ્તાના ખાતમુહૂર્તનો સમય આવી ચૂકયો છે તેમ જણાવી જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીએ જણાવ્યુ છે કે શનિવાર તા.6:12ના બપોરે 3:15 કલાકે મોઢવાડા ગામે આવેલા શ્રી લીરબાઈ માતાજીના મંદિરે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે. જેમાં કેબીનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા અને તાલુકા ભાજપના આગેવાનો ઉપરાંત આ વિસ્તારના ગામેગામના સરપંચો, અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં ભાજપના હોદેદારો, કાર્યકર્તાઓ અને ગ્રામજનોને પણ ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવ્યુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande