છાયા વિસ્તારમાં મહિલા પોતાના 9 વર્ષના બાળક સાથે ગુમ.
પોરબંદર, 5 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદરના છાયામાં આવેલ રામધામ સોસાયટીમાં રહેતી મહિલા તેના નવમાસના પુત્ર સાથે ગુમ થઇ જતા પોલીસને જાણ કરવામાં આવી છે. છાયાની રામધામ સોસાયટીમાં અન્નક્ષેત્રની પાસે રહેતા નાથાભાઇ મેણંદભાઇ કારાવદરા નામના 70 વર્ષના વૃધ્ધે કમલાબ
છાયા વિસ્તારમાં મહિલા પોતાના 9 વર્ષના બાળક સાથે ગુમ.


પોરબંદર, 5 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદરના છાયામાં આવેલ રામધામ સોસાયટીમાં રહેતી મહિલા તેના નવમાસના પુત્ર સાથે ગુમ થઇ જતા પોલીસને જાણ કરવામાં આવી છે.

છાયાની રામધામ સોસાયટીમાં અન્નક્ષેત્રની પાસે રહેતા નાથાભાઇ મેણંદભાઇ કારાવદરા નામના 70 વર્ષના વૃધ્ધે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ગુમ વિષે વિધિવત એવુ જાહેર કર્યુ છે કે તેમની પુત્રવધુ નવ મહિનાના પૌત્રને લઇને તા.2-12ના સવારે 10:30થી બપોરે 4 વાગ્યા સુધીમાં પોતાની મેળે કોઈને કશું કહ્યા વગર કયાંક ચાલી ગઈ છે અને તે અંગે તપાસ કરવા છતાં પતો નહી મળતા અંતે કમલાબાગ પોલીસને વિધિવત રીતે જાણ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande