મહિલા સશક્તિકરણને વેગ આપવા નવસારીમાં મહિલા સ્વરોજગાર મેળાનું સફળ આયોજન
નવસારી, 5 ડિસેમ્બર (હિ.સ.) : મહિલા આર્થિક વિકાસ નિગમ લિ. ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી તથા જિલ્લા રોજગાર અધિકારી કચેરી નવસારીના સંયુક્ત ઉપક્રમે મહિલા સશક્તિકરણ હેતુસર આજરોજ મહિલા સ્વરોજગાર મેળો સફળતાપૂર્વક
મહિલા સશક્તિકરણ


નવસારી, 5 ડિસેમ્બર (હિ.સ.) : મહિલા

આર્થિક વિકાસ નિગમ લિ. ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લા મહિલા અને બાળ

અધિકારી કચેરી તથા જિલ્લા રોજગાર અધિકારી કચેરી નવસારીના સંયુક્ત ઉપક્રમે મહિલા સશક્તિકરણ

હેતુસર આજરોજ મહિલા સ્વરોજગાર મેળો સફળતાપૂર્વક યોજાયો હતો. મેળાનો મુખ્ય હેતુ જિલ્લાની

મહિલાઓને સ્વરોજગાર,

રોજગાર અને ઉદ્યોગ આધારક માહિતી સાથે પ્રત્યક્ષ તક પ્રદાન કરવાનો

હતો. મેળામાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત 10થી વધુ પ્રતિષ્ઠિત કંપનીઓએ ભાગ લીધો

હતો. ખાસ નોંધનીય છે કે 300થી વધુ મહિલાઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી અને વિવિધ

કંપનીઓ સમક્ષ ઇન્ટરવ્યુ આપ્યા હતા.

આ કાર્યક્રમ પ્રસંગે કારોબારી અધ્યક્ષ જિલ્લા

પંચાયત અરવિંદભાઈ પાઠક,

સામાજીક ન્યાય સમિતિ તાલુકા પંચાયત અધ્યક્ષ નરેન્દ્રભાઈ,

જિલ્લા મહિલા અને બાળ અધિકારી બી.જે. ગામીત, જિલ્લા રોજગાર અધિકારી પારૂલબેન, જિલ્લા સમાજ

સુરક્ષા અધિકારી નિર્મલભાઈ ચૌધરી, જિલ્લા દહેજ પ્રતિબંધક

સહ-રક્ષણ અધિકારી વી.વી. ચૌધરી, જિલ્લાના કો-ઓર્ડિનેટર

અસ્મિતા ગાંધી તથા OSC કેન્દ્ર સંચાલક હરસિદાબેન ઉપસ્થિત

રહ્યા હતા અને સૌએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande