બાંદ્રા ટર્મિનસ-ભુજ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડશે
સુરત, 5 ડિસેમ્બર (હિ.સ.) : પશ્ચિમ રેલવેએ બાંદ્રા ટર્મિનસ-ભુજ વચ્ચે ખાસ ભાડે આરક્ષિત સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. બાંદ્રા ટર્મિનસ–ભુજ ટ્રેન બાંદ્રા ટર્મિનસથી દર ગુરુવાર અને શનિવારે બપોરે 2:40 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 5:5
Train


સુરત, 5 ડિસેમ્બર (હિ.સ.) : પશ્ચિમ રેલવેએ બાંદ્રા ટર્મિનસ-ભુજ વચ્ચે ખાસ ભાડે આરક્ષિત સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. બાંદ્રા ટર્મિનસ–ભુજ ટ્રેન બાંદ્રા ટર્મિનસથી દર ગુરુવાર અને શનિવારે બપોરે 2:40 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 5:50 કલાકે ભુજ પહોંચશે. આ ટ્રેન તા.6 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી કાર્યરત રહેશે. ભુજ-બાંદ્રા ટર્મિનસ ટ્રેન ભુજથી દર શુક્રવાર અને રવિવારે સાંજે 5:40 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 8:30 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન તા.7 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી સુધી કાર્યરત રહેશે. આ ટ્રેનો બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, ભરુચ, વડોદરા, આણંદ, અમદાવાદ, ભચાઉ, ગાંધીધામ વગેરે સ્ટેશનો પર રોકાશે. ટ્રેન સંખ્યા 09037/09038–બાંદ્રા ટર્મિનસ–ભુજ સુપરફાસ્ટ દ્વિસાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના 24 ફેરા રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande