પાટણ આરટીઓમાં AI આધારિત પારદર્શક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક જાન્યુઆરી 2026માં શરૂ થવાની શક્યતા
પાટણ, 6 ડિસેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લા આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટને સંપૂર્ણ પારદર્શક અને ભૂલમુક્ત બનાવવા માટે નવી એઆઈ (AI) ટેકનોલોજી આધારિત ટ્રેક તૈયાર કરવામાં આવી છે. આ સિસ્ટમમાં માનવીય હસ્તક્ષેપ શૂન્ય છે અને માત્ર યોગ્ય ઉમેદવારને જ લાઇસન્સ મળશે.
પાટણ આરટીઓમાં AI આધારિત પારદર્શક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક જાન્યુઆરી 2026માં શરૂ થવાની શક્યતા


પાટણ, 6 ડિસેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લા આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટને સંપૂર્ણ પારદર્શક અને ભૂલમુક્ત બનાવવા માટે નવી એઆઈ (AI) ટેકનોલોજી આધારિત ટ્રેક તૈયાર કરવામાં આવી છે. આ સિસ્ટમમાં માનવીય હસ્તક્ષેપ શૂન્ય છે અને માત્ર યોગ્ય ઉમેદવારને જ લાઇસન્સ મળશે. ટ્રેકની ડિઝાઇન અત્યંત આધુનિક છે.

જમીનથી 15 ફૂટ ઊંચાઈએ કુલ 22 હાઈ-ટેક કેમેરા, 4 સિગ્નલ પોઇન્ટ અને 10 હેલોજન લાઇટ્સ સાથે ટ્રેક તૈયાર કરાયો છે. આ ટ્રેક પર રાત્રિના સમયે પણ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે, જે વધુ ટેસ્ટ વોલ્યુમ અને શિયાળાના અંધકારમાં ખૂબ ઉપયોગી બનશે.

ટ્રેકમાં તમામ પરીક્ષણો કડક નિયમો પ્રમાણે હલ કરવામાં આવશે. ટુ વ્હીલર આઠડો કરતી વખતે પગ અડતા જ ફેલ ગણાશે, ફોર વ્હીલરમાં રિવર્સ S પાથમાં ત્રીજીવાર પટ્ટાને સ્પર્શ કરતા જ ફેલ માનવામાં આવશે, તેમજ બોક્સ પાર્કિંગ અધૂરું રાખવું પણ ફેલ ગણાશે. દરેક ભૂલ પર 10 માર્ક ઘટાડા પડશે અને 200 માર્કમાંથી પાસિંગ જરૂરી છે.

AI ટેકનોલોજી હેઠળ ઉમેદવારની ઓળખ પોર્ટલ ડેટા સાથે ઓટોમેટિક મેચ થશે. રિયલ-ટાઇમ મોનીટરીંગ કેમેરા અને સેન્સર્સ દ્વારા થશે, પરિણામ 100% નિષ્પક્ષ રહેશે અને ટેસ્ટ પૂરી થતા જ રિઝલ્ટ તરત મેસેજ દ્વારા મળશે. ટ્રેકની 80% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને સોફ્ટવેર અપડેટ બાદ જાન્યુઆરી 2026માં શરૂ થવાની શક્યતા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande