જિલ્લામાં સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણીનો પ્રારંભ, જિલ્લાવાસીઓને મહત્તમ ફાળો આપવા નિવાસી અધિક કલેક્ટરશ્રીની અપીલ
મહેસાણા, 6 ડિસેમ્બર (હિ.સ.) આજરોજ મહેસાણા કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટરશ્રી જસવંત જેગોડાએ સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં પોતાનો ફાળો અર્પણ કરીને જિલ્લાના ધ્વજ દિનની ઉજવણીનો સદ્ભવ્ય પ્રારંભ કર્યો. આ અવસરે જિલ્લા મદદનીશ સૈનિક કલ્યાણ અધિકારી પ
જિલ્લામાં સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણીનો પ્રારંભ જિલ્લાવાસીઓને મહત્તમ ફાળો આપવા નિવાસી અધિક કલેક્ટરશ્રીની અપીલ


જિલ્લામાં સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણીનો પ્રારંભ જિલ્લાવાસીઓને મહત્તમ ફાળો આપવા નિવાસી અધિક કલેક્ટરશ્રીની અપીલ


મહેસાણા, 6 ડિસેમ્બર (હિ.સ.) આજરોજ મહેસાણા કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટરશ્રી જસવંત જેગોડાએ સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં પોતાનો ફાળો અર્પણ કરીને જિલ્લાના ધ્વજ દિનની ઉજવણીનો સદ્ભવ્ય પ્રારંભ કર્યો. આ અવસરે જિલ્લા મદદનીશ સૈનિક કલ્યાણ અધિકારી પલ્કેશકુમાર હ. ચૌધરીએ અધિક નિવાસી કલેક્ટરશ્રીનું સન્માન કર્યું.

આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટરશ્રી જસવંત કે. જેગોડાએ જિલ્લાવાસીઓને સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં વધુમાં વધુ ફાળો આપવા અપીલ કરી. તેમણે જણાવ્યું કે દેશના સીમાડાઓની સુરક્ષા, સાર્વભૌમત્વનું રક્ષણ, કાયદો-વ્યવસ્થા જાળવવા તથા કુદરતી આફતો કે માનવ સર્જિત દુર્ઘટનાઓમાં જનહિતના કાર્યો માટે સૈનિકો સતત તૈનાત રહે છે. તેમના આ અદ્ભૂત સેવાભાવે સમાજ પર જે ઋણ છે, તે અદા કરવું દરેક નાગરિકની જવાબદારી છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે યુદ્ધ દરમ્યાન અથવા કાર્યવાહી દરમિયાન શારીરિક ક્ષતિગ્રસ્ત થતા તથા નાની ઉમરે સેવામાંથી નિવૃત્ત થતા સૈનિકો અને તેમના પરિવારજનોના કલ્યાણ માટે ભંડોળ અત્યંત જરૂરી છે. ગયા વર્ષે રૂ. 9 લાખનું ભંડોળ એકત્રિત થયું હતું. આ વર્ષે વધુ ઉદારતાથી સહયોગ આપવા તમામ કચેરીઓ, સંસ્થાઓ, શાળાઓ અને જિલ્લાવાસીઓને તેમણે અપીલ કરી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande