


પોરબંદર, 6 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદર ટ્રાફિક શાખાના પોલીસ ઈન્સ્પેકટર એમ.એલ.આહિર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે તેઓને નરસંગ ટેકરી અન્ડરબ્રિજ નીચે ઘણી ટ્રાવેલ્સ બસો પાર્ક થયેલી જોવામા આવેલ અને જે બસો અડચણરૂપ પાર્ક થતી હોય જે બાબતે પો.ઈન્સ. એમ.એલ.
આહિર સ્થાનિક રહીશો દ્રારા રજૂઆત કરવામા આવેલ હોય જેથી પોલીસ દ્વારા નરસંગ ટેકરી વિસ્તારમાં અન્ડરબ્રિજ નીચે ટ્રાવેલ્સ બસો પાર્ક કરતા ટ્રાવેલ્સ સંચાલકો સાથે પરામર્શ કરી તમામ ટ્રાવેલ્સ બસો જલારામ કોલોની સામે આવેલ ગ્રાઉન્ડમાં પાર્ક કરવા નક્કી કરવામાં આવેલ છે અને હાલ ત્યાં તમામ બસો પાર્ક થાય છે.જેની જાહેર જનતાએ નોંધ લેવા પોરબંદર પોલીસ દ્રારા અનુરોધ કરવામા આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya