આરપીએફ ગાંધીગ્રામનું પ્રશંસનીય પગલું: ઓપરેશન અમાનત હેઠળ યાત્રિકનો પર્સ સુરક્ષિત રીતે પરત કર્યો
ભાવનગર 6 ડિસેમ્બર (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ અંતર્ગત ગાંધીગ્રામ રેલવે સ્ટેશન પર ઓપરેશન અમાનત હેઠળ ઈમાનદારી અને તત્પરતાનું એક પ્રશંસનીય ઉદાહરણ સામે આવ્યું છે. તા. 06.12.2025 (શનિવાર)ના રોજ ગાંધીગ્રામના પ્લેટફોર્મ નંબર 02 પરથી સવાર ગાડી નંબર
આરપીએફ ગાંધીગ્રામનું પ્રશંસનીય પગલું


ભાવનગર 6 ડિસેમ્બર (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ અંતર્ગત ગાંધીગ્રામ રેલવે સ્ટેશન પર ઓપરેશન અમાનત હેઠળ ઈમાનદારી અને તત્પરતાનું એક પ્રશંસનીય ઉદાહરણ સામે આવ્યું છે. તા. 06.12.2025 (શનિવાર)ના રોજ ગાંધીગ્રામના પ્લેટફોર્મ નંબર 02 પરથી સવાર ગાડી નંબર 19204 (વેરાવળ–બાંદ્રા ટર્મિનસ) પ્રસ્થાન થયા બાદ ફરજ પર તૈનાત હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ વાધેલાને પ્લેટફોર્મ પર એક મહિલા નો પર્સ પડેલો મળ્યો હતો. ત્યારબાદ તેમણે પોઈન્ટ્સમેનને સાથે લઈ પર્સ સ્ટેશન કચેરીમાં લાવ્યો અને ફરજ પરના સ્ટેશન માસ્ટર તેમજ રેલ સફાઈ કર્મચારીઓની હાજરીમાં પર્સની તપાસ કરવામાં આવી.

પર્સમાં રોકડ રૂપિયા 1880/-, એક પેન કાર્ડ, આધાર કાર્ડ, મોબાઇલ ચાર્જર સહિત અન્ય જરૂરી સામગ્રી મળી આવી. ઉક્ત પર્સને સુરક્ષિત રીતે કચેરીમાં સાચવી રાખવામાં આવ્યો. થોડા સમય પછી શ્રી જિતેન્દ્ર સેવેરા, નિવાસી અમદાવાદ સ્ટેશન પર હાજર થયા અને પર્સ તેમની માતાનો હોવાનું જણાવ્યું, જે તે જ દિવસે ટ્રેન નંબર 19204 ના એર કન્ડીશન્ડ કોચ બી-6 માં મુસાફરી કરી રહ્યા હતા. યોગ્ય તપાસ અને સત્યાંપન બાદ પર્સ તથા તેમાં રહેલી તમામ સામગ્રી યોગ્ય સ્થિતિમાં યાત્રિકના પુત્રને પરત સોંપવામાં આવી. પર્સ પરત મળતા યાત્રિક અને તેમના પુત્ર દ્વારા આરપીએફ ગાંધીગ્રામનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

મંડલ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ જણાવ્યું કે હેડ કોન્સ્ટેબલ શ્રી સુરેશભાઈ વાધેલા દ્વારા ઓપરેશન અમાનત અંતર્ગત કરવામાં આવેલું આ કાર્ય અત્યંત પ્રશંસનીય છે અને તે રેલવે સુરક્ષા દળની ઈમાનદારી, તત્પરતા અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande