પોરબંદર જિલ્લાના ખાગેશ્રી ગામ ખાતે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન અપાયુ.
પોરબંદર, 6 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ક્લસ્ટરના ખાગેશ્રી ગામ ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF) યોજના અંતર્ગત અવેરનેસ/ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો હતો. પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્માના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કા
પોરબંદર જિલ્લાના ખાગેશ્રી ગામ ખાતે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન અપાયુ.


પોરબંદર, 6 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ક્લસ્ટરના ખાગેશ્રી ગામ ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF) યોજના અંતર્ગત અવેરનેસ/ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો હતો. પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્માના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉત્સાહભેર જોડાયા હતા.

કાર્યક્રમ દરમિયાન એગ્રી આસિસ્ટન્ટ પારસ મારુ દ્વારા પ્રાકૃતિક ખેતી વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે પ્રાકૃતિક ખેતીના પાંચ આયામોની વિગતવાર સમજણ આપી તથા ખાસ કરીને જીવામૃત કેવી રીતે તૈયાર કરવું તેની પ્રાયોગિક માહિતી આપી હતી. સાથે સાથે સ્વદેશી પદ્ધતિઓ અપનાવવાથી થતા ફાયદાઓ તથા પ્રાકૃતિક ખેતીને જીવનમાં ઉતારવાનો સંકલ્પ ખેડૂત મિત્રો દ્વારા લેવાયો હતો.

આ અવસર પર રવિ પાક અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જેથી ખેડૂતોએ આવનારા સીઝનમાં વધુ ઉત્પાદન અને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાની પ્રેરણા મેળવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande