પાટણ જિલ્લા પંચાયતની આગામી સામાન્ય ચૂંટણી માટે 32 બેઠકોમાંથી વિવિધ વર્ગો તથા મહિલાઓ માટે અનામત બેઠકો નક્કી કરવામાં આવી
પાટણ, 6 ડિસેમ્બર (હિ.સ.) : ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે પાટણ જિલ્લા પંચાયતની આગામી સામાન્ય ચૂંટણી માટે બેઠકોની ફાળવણી અંગેનો આદેશ જાહેર કર્યો છે. કુલ 32 બેઠકોમાંથી વિવિધ વર્ગો તથા મહિલાઓ માટે અનામત બેઠકો નક્કી કરવામાં આવી છે. આ ફાળવણી 2011ની વસ્તી ગણ
પાટણ જિલ્લા પંચાયતની આગામી સામાન્ય ચૂંટણી માટે કુલ 32 બેઠકોમાંથી વિવિધ વર્ગો તથા મહિલાઓ માટે અનામત બેઠકો નક્કી કરવામાં આવી


પાટણ, 6 ડિસેમ્બર (હિ.સ.) : ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે પાટણ જિલ્લા પંચાયતની આગામી સામાન્ય ચૂંટણી માટે બેઠકોની ફાળવણી અંગેનો આદેશ જાહેર કર્યો છે. કુલ 32 બેઠકોમાંથી વિવિધ વર્ગો તથા મહિલાઓ માટે અનામત બેઠકો નક્કી કરવામાં આવી છે.

આ ફાળવણી 2011ની વસ્તી ગણતરીના આંકડાઓને આધારે કરવામાં આવી છે. જિલ્લા પંચાયત માટે નિર્ધારિત 32 બેઠકોમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ અને સામાજિક-શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે અનામત હિસ્સો નક્કી થયો છે.

આ મુજબ અનુસૂચિત જાતિ માટે 3 બેઠકો, અનુસૂચિત આદિજાતિ માટે 1 બેઠક અને સામાજિક-શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 9 બેઠકો ફાળવવામાં આવી છે. સાથે સાથે સંબંધિત વર્ગોની મહિલા અનામત તથા બિન-અનામત બેઠકોની સંખ્યા પણ ચોક્કસ રીતે નિર્ધારિત કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande