સુરતમાં પતિની સતર્કતાથી પત્નીની સોનાની ચેઇન બચી ગઈ, એક ચેઇન સ્નેચર ઝડપાયો
સુરત, 6 ડિસેમ્બર (હિ.સ.) : શહેરમાં જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા દંપતી સાંજના સમયે જહાગીરપુરા ડી માર્ટ ચાર રસ્તા પાસેથી પસાર થતો હતો ત્યારે તેઓ એક દાણા ચણાની લારી પર ઉભા રહ્યા હતા. આ સમયે એક બાઈક પર આવેલા બે અજાણ્યા ઈસમોએ પરણીતાના ગળામાંથી રૂપિયા 90
સુરતમાં પતિની સતર્કતાથી પત્નીની સોનાની ચેઇન બચી ગઈ, એક ચેઇન સ્નેચર ઝડપાયો


સુરત, 6 ડિસેમ્બર (હિ.સ.) : શહેરમાં જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા દંપતી સાંજના સમયે જહાગીરપુરા ડી માર્ટ ચાર રસ્તા પાસેથી પસાર થતો હતો ત્યારે તેઓ એક દાણા ચણાની લારી પર ઉભા રહ્યા હતા. આ સમયે એક બાઈક પર આવેલા બે અજાણ્યા ઈસમોએ પરણીતાના ગળામાંથી રૂપિયા 90,000 ની સોનાની ચેઈન ખેંચી લીધી હતી અને બાઇક ભગાવી હતી. પરંતુ પરણીતાના પતિએ તેની પાછળ દોડી બાઈકને પકડી નીચે પાડી દીધી હતી. જેથી બે પૈકી એક યુવક ભાગી ગયો હતો. જ્યારે બીજો યુવક નહેરમાં પડતા સામેના છેડે ઉભેલા લોકોએ તેને પકડી પાડ્યો હતો. બનાવને પગલે ભોગ બનનાર પરણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે જહાંગીરપુરા વિસ્તારમાં ગંગાનગર વિભાગ બેમાં રહેતા પવન કુમાર સુધીરભાઈ પટેલ ગતરોજ તારીખ 5/12/2025 ના રોજ સાંજે 7:30 વાગ્યાના અરસામાં પત્ની હિનલ સાથે બહાર નીકળ્યા હતા. તેવો જહાંગીરપુરા ડીમાર્ટ ચાર રસ્તા પાસે આવેલ કેનાલ પાસે દાણા ચણાની લારી પર ઉભા રહ્યા હતા. આ દરમિયાન હીનલબેન બાઈક પર બેઠા હતા અને પવન કુમાર દાણા ચણાની લારી પર દાણા લેવા ગયા હતા. ત્યારે એક બાઈક પર આવેલા બે અજાણ્યા ચોર ઈસમે હિનલબેનના ગળામાંથી રૂપિયા 90,000 ની સોનાની ચેઈન ખેંચી લઇ બાઈક હતી. પરંતુ પવન કુમારે પાછળ દોડી બાઇકને એંગલ પકડી પાડી બંનેને નીચે પાડી દીધા હતા. જેથી એક વ્યક્તિ બાઈક મૂકીને ત્યાંથી ભાગી ગયો હતો. જ્યારે બીજો વ્યક્તિ બાજુમાં રહેલ કેનાલમાં ઢીંચણ સુધીના પાણીમાં કુદી પડ્યો હતો. જો કે ત્યારબાદ આ બાજુ પવન કુમાર ઊભા હોવાથી ચેઇન સ્નેચિંગ કરનાર યુવક કેનાલમાં સામેના છેડેથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ત્યાં હાજર લોકોએ તેને પકડી પાડ્યો હતો અને માર માર્યો હતો. જેથી બાદમાં પવન કુમારે પોલીસને બોલાવી આ ચોર ઈસમને પોલીસના હવાલે કરી દીધો હતો. હાલ તો હીનલબેન ની ફરિયાદના આધારે જહાગરીપુરા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande