
પાટણ, 6 ડિસેમ્બર (હિ.સ.)પાટણ શહેરમાં છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ઉત્તર દિશાથી ફૂંકાતા ઠંડા પવનના કારણે વહેલી સવારે તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું હતું. શહેરમાં સવારથી જ લોકો ગરમ વસ્ત્રો પહેરીને ઘરેથી નીકળતા જોવા મળ્યા અને પ્રગતિ મેદાન વિસ્તારમાં ગરમ વસ્ત્રોની ખરીદીમાં વધારો નોંધાયો.
શહેરના લોકો ઠંડીથી બચવા તાપણાંનો સહારો લઈ રહ્યા છે. વધતી ઠંડીને કારણે લોકોના દૈનિક જીવીતક્રમમાં ફેરફાર જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસોમાં ઠંડી વધુ વધી શકે છે એવું અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે.
આ ઠંડીનો ચમકારો શિયાળુ પાકો માટે લાભદાયી સાબિત થઈ રહ્યો છે. ઘઉં, જીરુ, વરિયાળી, રાયડો અને અજમો જેવા પાકોને આ વાતાવરણ અનુકૂળ હોવાથી ખેડૂતો આ ઠંડીનું સ્વાગત કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ