જેતપુરનો કદળો પોરબંદર નહીં આવે: મંત્રી અર્જુન મોઢવાડીયા
પોરબંદર, 6 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદરમાં ફરી જેતપુર પાઇપલાઈન પ્રોજેક્ટનો મુદો સળગ્યો છે. જાણીતા અખબારમાં જેતુપર પાઈપલાઈન પ્રોજેકટના જમીન સંપાદનના જાહેરનામું નોટીસ પ્રસિદ્ર થતાં માછીમારો ફરી જાગૃત થયા છે. જેતપુર પ્રોજેકટની પાઈપલાઈનો પોરબંદરના ગામડા
જેતપુરનો કદળો પોરબંદર નહીં આવે: મોઢવાડીયા.


જેતપુરનો કદળો પોરબંદર નહીં આવે: મોઢવાડીયા.


પોરબંદર, 6 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદરમાં ફરી જેતપુર પાઇપલાઈન પ્રોજેક્ટનો મુદો સળગ્યો છે. જાણીતા અખબારમાં જેતુપર પાઈપલાઈન પ્રોજેકટના જમીન સંપાદનના જાહેરનામું નોટીસ પ્રસિદ્ર થતાં માછીમારો ફરી જાગૃત થયા છે.

જેતપુર પ્રોજેકટની પાઈપલાઈનો પોરબંદરના ગામડાઓમાં થઈ ઉંડા દરિયામા નાખવાનો પ્રોજેકટ છે, જેનાથી માછીમારો માને છે કે દરિયો પ્રદુષિત થશે અને દરિયાઈ જીવ સૃષ્ટિને નુકસાન થશે જેને લઈને 8 માસ પુર્વે પોરબંદરમાં મહારેલી સહીતના વિરોધના કાર્યક્રમો યોજાયો હતા છેક, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પોરબંદરના નગરજનોએ રજુઆતો કરી હતી વિરોધ જોતા જેતુપર પાઇપલાઇન પ્રોજેકટ થોડા સમય માટે શાંત થયો હતો.

પરંતુ પોરબંદરના પર્યાવરણ પ્રેમીઓએ કોર્ટમાં આ મુદે પીઆઈએલ દાખલ કરી હતી જે હાલ કોર્ટમાં ચાલી રહી છે ત્યારે તે વચ્ચે એક અખબારમાં જેતપુર પાઈપલાઈન પ્રોજેકટના જમીન સંપાદનનું જાહેરનામું નોટીસ પ્રસિદ્ર થતાં ફરી આ મુદ્દો પોરબંદરમા નવો વિવાદ લઈને આવે તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે કારણ કે, આજે પોરબંદરમાં ગુજરાત સરકારના વન અને પર્યાવરણના કેબિનેટ મંત્રી તથા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાનો આજે શનિવારે પોરબંદર ભાજપ કાર્યાલય ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં પોરબંદર માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશ પાંજરી તથા સભ્યોએ મંત્રી અર્જુન મોઢવાડીયાને જેતપુર પાઇપલાઇન પ્રોજેકેટ મુદે રજુઆતો કરી હતી અને અબખારમાં આવેલા જમીન સંપાદનના મુદે રજુઆતો કરી હતી રજુઆતો લઈને ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ હકારત્મક જવાબ આપ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande