જૂનાગઢ ખાતે ૪૦મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા તા. ૪ જાન્યુઆરીના યોજાશે
જુનાગઢ, 6 ડિસેમ્બર (હિ.સ.) ગુજરાત રાજયના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતીઓ વિભાગ, ગાંધીનગર ધ્વારા પ્રેરીત તથા જિલ્લા વહીવટી તંત્ર-જુનાગઢના ઉપક્રમે આગામી જાન્યુઆરી-૨૦૨૬ના રોજ ગુજરાત રાજયના યુવક-યુવતિઓ માટેની અખિલ ગુજરાત ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા
જૂનાગઢ ખાતે ૪૦મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા તા. ૪ જાન્યુઆરીના યોજાશે


જુનાગઢ, 6 ડિસેમ્બર (હિ.સ.) ગુજરાત રાજયના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતીઓ વિભાગ, ગાંધીનગર ધ્વારા પ્રેરીત તથા જિલ્લા વહીવટી તંત્ર-જુનાગઢના ઉપક્રમે આગામી જાન્યુઆરી-૨૦૨૬ના રોજ ગુજરાત રાજયના યુવક-યુવતિઓ માટેની અખિલ ગુજરાત ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાનાર છે. આ સ્પર્ધા પ્રતિ વર્ષ જુનિયર-સિનિયર એમ બે વિભાગમાં ભાઈઓ-બહેનો માટે અલગ-અલગ યોજાય છે.

આ સ્પર્ધા ભાઈઓ માટે ગીરનાર તળેટીથી અંબાજી મંદિર સુધીના ૫૫૦૦ પગથિયા અને બહેનો માટે ગીરનાર તળેટીથી માળી પરબ સુધીના ૨૨૦૦ પગથિયા ચઢીને ઉતરવાના હોય છે. ચાલુ વર્ષે આ સ્પર્ધા માટે રાજયભરમાંથી કુલ ૧૩૭૭ સ્પર્ધકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં સિનિયર ભાઈઓ -૬૧૧, જુનિયર ભાઈઓ -૩૪૬, સિનિયર બહેનો -૧૬૬ અને જુનિયર બહેનો -૨૫૪ એમ મળી કુલ – ૧૩૭૭ સ્પર્ધકોનું રજીસ્ટ્રેશન થયું છે.

હાલ માં કચેરી ખાતે ફોર્મ સાથે જરૂરી આધાર પુરાવા માટેના ડોક્યુમેંટ વેરિફિકેશનની કામગીરી ચાલી રહી છે. આ તમામ પ્રક્રિયા પુર્ણ થયા ત્યારબાદ માન્ય સ્પર્ધકોની આખરી પસંદગી યાદી અત્રેના FACEBOOK ID- Dydo Junagadh પર પ્રસિધ્ધ કરવામાં આવશે. વધુ વિગતો માટે કચેરીના ફોન નં.૦૨૮૫-૨૬૩૦૪૯૦નો સંપર્ક કરવાનો એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande