
ગીર સોમનાથ 6 ડિસેમ્બર (હિ.સ.) ભેસાણ તાલુકા પંચાયત મીટિંગ હૉલ ખાતે ભારતીય રિઝર્વ બેન્ક અમદાવાદ, નાણાકીય સમાવેશન અને વિકાસ વિભાગ દ્વારા, ભેસાણ તાલુકાનાં સખી મંડળની બહેનો માટે નાણાકીય સાક્ષરતા માટે એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
તેમાં RBI અમદાવાદથી આસિસ્ટન્ટ જનરલ મેનેજરશ્રી ભુપેન્દ્ર ત્રિપાઠી સર, SRLM TLM ગીતાબેન, FLC પ્રશાંત ગોહેલ, RSETI ડીરેકટર મુછાળ, CFL FC શરદ ગોરસવા હાજર રહ્યા હતા આસિસ્ટન્ટ જનરલ મેનેજરશ્રી ભુપેન્દ્ર ત્રિપાઠી સર દ્વારા SHG ની યોજના વિશે,અસરકારક અને રસપ્રદ રીતે વિસ્તૃતમા જાણકારી આપવામાં આવી હતી તથા SHG ને લગતાં RBI ના નિયમો અને શરતો વિશે માહિતી આપવામા આવી હતી, બેંકની સરકારી યોજના તેમજ ઓનલાઈન થતા ફ્રોડ થી બચવા શું સાવધાની રાખવી તેની સમજ આપવામાં આવી હતી.
તાલીમ સેશન પૂર્ણ થયા બાદ પ્રશ્નોતરી સેશન કરવામાં આવ્યો હતો. તેમાં તાલીમ દરમ્યાન શીખવાડેલ માહિતીના સખી મંડળની બહેનોને પ્રશ્નો પૂછવામાં આવ્યાં હતાં સાચાં જવાબ આપેલ બહેનોને RBI તરફ થી ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યા હતાં તાલીમ ૨૫ બહેનો હાજર રહ્યા હતા. તાલીમના અંતમાં તમામ બહેનોને RBI તરફથી ઉપયોગી કીટ અને જમવાનું વિતરણ પણ કરવામાં આવી હતી..
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ